જણાવી દઇએ કે સીઝ ફાયરના ઉલ્લંઘન પહેલા પાકિસ્તાન તરફથી ફાયરીંગ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભારતીયે સેનાએ તેનો વળતો જવાબ આપતા પાકના ત્રણ જવાનને ઢેર કર્યા હતાં.
જ્યારે, પાકિસ્તાને ભારતના 5 જવાનોને શહીદ કર્યાનો દાવો કર્યો હતો. જેને ભારતીય સેનાએ નકારી કાઢ્યો હતો.
ઉલ્લેખનિય છે કે તે પહેલા પાકિસ્તાન તરફથી ઘણી વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તે પહેલા પણ જમ્મુ-કાશ્મીરના પૂંછના સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું.