નવી દિલ્હી: દિલ્હી પોલીસના વિશેષ સેલે રેલવેના બે કર્મચારીઓની પાકિસ્તાન હાઈકમિશન જાસૂસી મામલે પુછપરછ કરી હતી. જોકે પૂછપરછ કર્યા બાદ બંને કર્મચારીઓને મુકત કરી દેવાયા હતા.
દિલ્હીના કરોલ બાગ વિસ્તારની પોલીસની વિશેષ સેલે થોડા દિવસો પહેલા પાકિસ્તાની હાઈકમિશનમાં કામ કરતા આઈએસઆઈ એજન્ટ આબિદ અને તાહિરને પકડ્યા હતા. જેઓ રેલવેના બે કર્મચારીઓ પાસેથી માહિતી શોધી રહ્યા હતા. હવે આ બંને કર્મચારીઓની દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન રેલવે કર્મચારીઓએ જણાવ્યું હતું કે આબીદ અને તાહિર તેમની સાથે બરોડા હાઉસની બહાર મળ્યા હતા અને સરકારી નોકરી કેવી રીતે મેળવવી તે અંગે પૂછતા હતા.
આ સાથે ISIના બંને એજન્ટોએ રેલવે કર્મચારીઓને સૈન્યને લઈને પણ પૂછપરછ કરી હતી. પંરતુ આ બંને એજન્ટો પર શંકા લાગતાં તેમણે કોઈ પણ પ્રકારની માહિતી આપી નહોતી.