જેનેવા: વિદેશ મંત્રાલયની સચિવ પૂર્વ વિજય ઠાકુરે જમ્મુ કાશ્મીર મુદ્દે UNHRCમાં ભારતનો પક્ષ રાખ્યો હતો. વિજય ઠાકુરે ધારદાર જવાબ આપતા કહ્યું કે, ભારત સરકાર સામાજિક-આર્થિક સમાનતા અને ન્યાય આપવા માટે પ્રગતિશલ નીતીયોનો ઉપયોગ કરીને સકારાત્મક કાર્યવાહી કરી રહી છે.
ઠાકુરે કહ્યું કે, પ્રગતિશળ નીતીયો હવે જમ્મુ કાશ્મીર અને લદાખમાં અમારા નાગરિકો પર સમગ્ર રીતે લાગુ થશે. તેમણે કહ્યું કે, આ નીતીયો લૈંગિક ભેદભાવ સમાપ્ત કરવામા આવશે. કિશોર અધિકારોની રક્ષાની સમિક્ષા કરશે. વિજય ઠાકુરે કહ્યું કે, નવી નીતીયોથી શિક્ષણનો અધિકાર, સૂચનાનો અધિકાર (RTI) અને કામ કરવાના અધિકાર પણ લાગૂ કરવામાં આવશે.
પાકિસ્તાન પર નિશાન સાધતા વિજયા ઠાકુરે કહ્યું કે, પ્રતિનિધિમંડળે ભારતની વિરુદ્ધ ખોટા અને મનગંઠત આરોપ લગાવ્યા છે. તેમણે પાકિસ્તાનના નિવેદનને આપત્તિજનક ગણાવ્ચું અને વિદેશપ્રઘાન શાહ મહમૂદ કુરૈશીને આડેહાથે લેતા તેમણે એક રનિંગ કોમેન્ટ્રી કરી છે. ઠાકુરે કહ્યું કે દુનિયાને ખબર છે કે, કોણ આંતકવાદનું કેન્દ્ર છે. જ્યાં રિંગ લીડરોને વર્ષોને શરણ આપવામાં આવે છે.
આસામમાં રાષ્ટ્રીય રજિસ્ટર ઑફ સિટિઝનશિપ પર ભારતને જવાબ આપ્યો હતો, વિજય ઠાકુરે કહ્યું કે, આસામમાં NRCમાં એક વૈધાનિક, પારદર્શી, વગર કોઈ ભેદભાવથી કાયદાકીય પ્રક્રિયા છે. સુપ્રીમ કોર્ટ તેની દેખરેખ રાખી રહી છે.
UNHRC (સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદ)માં પાકિસ્તાને તેનો ડોજિયર જમા કરાવ્યો છે. શરૂઆતમાં જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાના નિવેદનોને દર્શાવ્યા હતા. મળતી માહિતી મુજબ પાકિસ્તાને તેના ડોજિયર જમા કરાવ્યો છે. તેનો એક દસ્તાવેજ લીક થયો છે. જેના શરૂઆતના પૃષ્ઠમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તથા નેશનલ કોન્ફરેન્સ નેતા ઉમર અબ્દુલ્લાના નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જણાવી દઇએ કે પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ UNHRCમાં કશમીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે,પાકિસ્તાન વિભિન્ન અંતરાષ્ટ્રીય મંચ પર ભારત સરકાર દ્વારા છેલ્લા મહીનેજમ્મુ તથા કશમીરને વિશેષ દર્જો હટાવવાની વાત કરી હતી.શાહ UNHRCના અધિવેશનમાં ઉપસ્થિતી આપવા જેનેવા પહોંચ્યા છે.આ અધિવેશન 13 સપ્ટેમ્બર સુધી ચાલશે.