નવી દિલ્હીઃ ભારતમાં અમેરિકી એમ્બેસીએ 16 માર્ચથી વિઝા સંબંધી પ્રક્રિયાઓ રદ કરી દીધી છે. કોરોના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. ગૃહ મંત્રાયલ મુજબ મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવશે. આ દરમિયાન ભારત સરકારે 3 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થનારા પદ્મ પુરસ્કાર સમારોહને સ્થગિત કરી નાખ્યો છે. જ્યારે ઉત્તરાખંડ સરકારે કોરોનાને મહામારી જાહેર કરી દીધી છે.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. ગૃહ મંત્રાયલ મુજબ મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવશે. જ્યારે ભારતમાં અમેરિકી એમ્બેસી અને કોમર્સ એમ્બેસીએ કોરોનાને ધ્યાનમાં રાખીને 16 માર્ચથી વિઝા સંબંધી પ્રક્રિયાઓ રદ કરી દીધી છે.
અમેરિકી એમ્બેસી દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, ભારતમાં અમેરિકી એમ્બેસી અને કોમર્સ એમ્બેસીએ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને 16 માર્ચ 2020 અને પ્રવાસી તથા ગેર પ્રવાસી વિઝા પ્રક્રિયાઓ રદ કરી રહી છે.