ઔરંગાબાદના ચૂંટણી પ્રચારમાં AIMIMના પ્રમુખ ઓવૈસીએ મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા હતાં. જેમાં તેમણે મોદીને 1993માં થયેલાં રમખામણો અંગે શ્રી કૃષ્ણ આયોગની રીપોર્ટને લાગુ કરવા જણાવ્યું હતું.
ઓલ મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમના પ્રમુખે કહ્યું હતું કે, "વડાપ્રધાન મોદીએ અગાઉની સરકારમાં 1993ના મુંબઈના હુમલાનો ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવાની વાત કરી હતી. પણ ત્યારે ન્યાય ન થઈ શક્યો. એ વાત તો સમજાય છે. કારણ કે, તે વખતે બીજી સરકાર હતી. પણ અત્યારે તો તેમની જ સરકાર છે. તો શા માટે મુંબઈ હુમલાના પીડિતોને ન્યાય મળી શક્યો નથી? શા હજુ સુધી શ્રી કૃષ્ણ આયોગની રીપોર્ટ પર કાર્યવાહી થઈ નથી ? આ બધા પ્રશ્નોના જવાબ મોદી ક્યારે આપશે. " આમ, આવા અનેક વિવાદાસ્પદ મુદ્દાઓ ટાંકીને મોદીની સરકારની આડે હાથ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, શ્રી કૃષ્ણ આયોગને 1998માં પોતાની રીપોર્ટ સરકારને આપી હતી. જેમાં ત્રણ નેતાઓની સાથે શિવસેનાના નેતાઓને રમખાણો માટે દોષી ગણાવ્યાં હતાં. આયોગે પોતાની રીપોર્ટમાં 31 પોલીસકર્મી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. જેને લઈ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.