ચંદીગઢ : લોકડાઉન 3.0માં અન્ય કેટલાક રાજ્યોની જેમ જ હરિયાણા સરકારે પણ 6 મે એટલે કે આજરોજ બુધવારથી દારૂની દુકાન ખોલવાનો નિર્ણય લીધો છે. બુધવારે સવારે દુકાન ખુલતાની સાથે જ લોકોનું આવાગમન શરૂ થઇ ગયુ હતું. રાજ્યમાં લોકો સવારે લાઇન લગાવી ખરીદી કરતા નજરે ચડ્યા હતા. શરૂઆતમાં ડિસ્ટન્સને મેન્ટેન રાખ્યુ હતું, પરંતુ બાદમાં હરિયાણામાં પણ બીજા રાજ્યની જેમ જ લોકડાઉનનું ઉલ્લંધન થતું હોવાના સમાચાર સામે આવ્યા છે.
આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે પ્રદેશમાં કેટલીક જગ્યાઓ પર લોકડાઉનનું પાલન થતું જોવા મળ્યું હતું. આ ઉપરાંત કેટલીક જગ્યાઓ પર પોલીસ પણ તૈનાત હતી. મહત્વનું છે કે કેટલીક દુકાનો પર માસ્ક વિના ગ્રાહકોને દારૂ પણ આપવામાં આવતો નહતો. હાલમાં આ સમગ્ર વહેચાણ વચ્ચે રાજ્યમાં નિયમ અનુસાર દારૂનું વેચાણ થઇ રહ્યું છે.