નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં લોકડાઉનના આદેશનું ઉલ્લંઘન કરનારા લોકો સામે દિલ્હી પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે. મંગળવારે દિલ્હી પોલીસે 239 FIR નોંધી છે.
દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, આ ગુનાહિત કેસ IPCની કલમ 188 અને દિલ્હી પોલીસ અધિનિયમની કલમ 65 અને 66 હેઠળ નોંધવામાં આવ્યા છે.
પોલીસે જાહેર કરેલા આંકડા મુજબ લગભગ 3763 લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે 546 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને દિલ્હી પોલીસે 1254થી વધુ મુવમેન્ટ પાસ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 25 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોવેલ કોરોના વાઈરસના ફેલાવાને રોકવા 21 દિવસ માટે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી.