ETV Bharat / bharat

દેશમાં માત્ર 6 દિવસમાં 16 લાખથી વધુ લોકોએ કોરોનાની રસી મૂકાવી: સ્વાસ્થ્ય મંત્રાલય - દેશમાં કોરોના રસીકરણ અભિયાન

દેશમાં કોરોના કોરાનાની સારવાર મેળવી રહેલા કુલ દર્દીઓ પૈકી 75 ટકા દર્દીઓ માત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનાં છે. કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,283 દર્દીઓ સ્વાસ્થ્ય થયા છે. જ્યારબાદ બીજા નંબરે 3,694 રિકવર દર્દીઓ સાથે મહારાષ્ટ્ર બીજા નંબર પર આવે છે.

દેશમાં માત્ર 6 દિવસમાં 16 લાખથી વધુ લોકોએ કોરોનાની રસી મૂકાવી

author img

By

Published : Jan 25, 2021, 1:51 PM IST

  • ભારતે વેક્સિનેશનમાં અમેરિકા અને બ્રિટનને પણ પાછળ છોડ્યા
  • નવા કેસો પૈકી 80.67 ટકા કેસો માત્ર 6 રાજ્યોમાંથી જ નોંધાયા
  • સ્વસ્થ થયેલા દર્દીઓ પૈકી 84.30 ટકા દર્દીઓ 10 રાજ્યોનાં

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે, દેશમાં કોવિડ વેક્સિનેશનનું અભિયાન શરૂ થયા પછી અત્યાર સુધી કુલ 16 લાખ લોકો રસી લઈ ચુક્યાં છે. એક અંદાઝ પ્રમાણે ભારતે વેક્સિનેશનમાં અમેરિકા અને બ્રિટનને પણ પાછળ છોડી દીધા છે. દેશમાં છેલ્લા 6 દિવસોમાં 10 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

અત્યાર સુધી 27,920 સેશનમાં 2 લાખથી વધુ લોકોને રસી અપાઈ

મંત્રાલય અનુસાર, દેશમાં વેક્સિનેશન અભિયાન શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં કુલ 16 લાખ લોકો રસી લઈ ચુક્યાં છે. બ્રિટનને 10 લાખનો આંકડો પાર કરવામાં 18 દિવસ અને અમેરિકાને 10 દિવસનો સમય લાગ્યો હતો. જ્યારે ભારતમાં 24મી જાન્યુઆરીએ સવારનાં 8 વાગ્યા સુધીમાં 16 લાખ(15,82,201) લાભાર્થીઓએ રસી લગાવી હતી. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં યોજાયેલા કુલ 3,512 સેશનમાં 2 લાખ(1,91,609) લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી 27,920 સેશનનું આયોજન કરી દેવામાં આવ્યું છે.

સંક્રમિતોને શોધવા માટે 'કોન્ટેક્ટ ટ્રેસિંગ'ની વ્યૂહરચના સફળ રહી

વધુમાં તેઓએ જણાવ્યું કે, દેશમાં કોરોના સંક્રમિતોને શોધવા માટે 'કોન્ટેક્ટ ટ્રેસિંગ'ની વ્યૂહરચના સફળ રહી અને દેશમાં નવા કેસોમાં સતત ઘટાડાની સાથે સાથે સારવાર મેળવી રહેલા દર્દીઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે. દેશમાં હાલમાં 1,84,408 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જે કુલ કેસોનાં માત્ર 1.73 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 15,948 દર્દીઓ રિકવર થયા છે, જ્યારબાદ આ સમયગાળામાં 1,254 દર્દીઓ ઓછા નોંધાયા છે.

કેરળમાં એક જ દિવસમાં સૌથી વધુ 5,283 દર્દીઓ થયા સ્વસ્થ

દેશમાં કોરોના સંક્રમણની સારવાર મેળવી રહેલા દર્દીઓમાં 25 ટકા દર્દીઓ માત્ર કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં નોંધાયા છે. કેરળમાં એક જ દિવસમાં સૌથી વધુ 5,283 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે 3694 સાજા થયેલા દર્દીઓ સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે આવે છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, દેશમાં અત્યાર સુધી 1.03 કરોડથી વધુ દર્દીઓ ચેપમુક્ત થયા છે. સ્વસ્થ થયેલા લોકોમાં 84.30 ટકા લોકો 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં છે. જે પૈકી 80.67 ટકા કેસો માત્ર 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી જ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.