બેંગ્લુરૂ: સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અહીં એક વેરહાઉસમાંથી 12,000થી વધુ નકલી N95 માસ્ક કબ્જે કરવામાં આવ્યા છે. નોવલ કોરોના વાઇરસ બાદ N95 માસ્કની માગ વધી છે.
આ બાદ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આરોપીએ અત્યાર સુધીમાં 1.05 કોરડના ખર્ચે 70,000 માસ્ક વેચી ચૂકયો છે.
સોમવારે રાત્રે કલ્યાણ નગરના વેરહાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને 20 લાખના 12,300 નકલી N95 માસ્ક જપ્ત કરવામાં આવ્યા હતા.
હાલ કોરોના વાઇરસની મહામારીમાં બજારમાં આ માસ્કની અછત જોવા મળી રહી છે. અધિકારીઓ દ્વારા ફરિયાદો પણ મળી છે કે, માસ્ક વધુ કિંમતે વેંચવામાં આવી રહ્યા છે.