નવી દિલ્હીઃ ઈસ્લામિક સહયોગ સગંઠન (ઓઆઈસી)એ મીડિયામાં વધતી મુસ્લીમ વિરોધી ભાવનાઓ અને ઈસ્લામોફોબિયા પર ચિંતા જાહેર કરી છે.
ઓઆઈસીએ રાજનીતિક અને મીડિયા સિવાય મુખ્યધારા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુસ્લિમ વિરોધી ભાવનાઓને લઈ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
સંગઠને કહ્યું કે, ભારતીય મુસ્લિમ અલ્પસંખ્યકોને કોરોના વાઈરસ ફેલાવવા માટેનું એક કારણ ગણવામાં આવી રહ્યું છે તે ચિંતાજનક છે.
ઓઆઈસીએ કહ્યું કે, વર્તમાનમાં કોવિડ 19 મહામારીને કારણે વિશ્વ સ્થિતિ એવી છે કે તેના વિરુદ્ધ દુનિયાભરમાં અધિક પ્રયાસો, અધિક સહાયતા અને એકજુથ તંત્ર તેજ તમામ નાગરિકો વચ્ચે પારસ્પરિક સહયોગ આપે તે આવશ્યક છે.