જમ્મુ-કાશ્મીરના એરબેઝ પર હુમલાની ચેતવણીને ભાગરૂપે સુરક્ષા એજન્સીઓએ જૈશના આતંકીઓની ગતિવિધીઓ પર નજર રાખ્યા બાદ એલર્ટ જાહેર કર્યુ છે. આ એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, JEMના 8થી 10 આતંકી હુમલાને અંજામ આપવાની કોશિશ કરી શકે છે. ભારત સરકાર દ્વારા અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન સ્તબ્ધ થઇ ગયું છે. પાકિસ્તાને સીમા ઉપર સતત યુદ્ધફાયરનુ ઉલ્લંધન અને ઘુસણખોરીની કોશિશ કરી છે, પરતું ભારતીય સેનાએ એનો જડબાતોડ જવાબ આપ્યો છે.
![જમ્મુ-કાશ્મીરના એરબેઝ પર હુમલાની ચેતવણી, ઓરેન્જ એલર્ટ જાહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4546377_air.jpg)