સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર ચૂંટણી પંચે મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માગ્યો છે.
કોંગ્રેસ મહાસચિવે પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, પોતાના ઉમેદવારના નિવદેન પર ફક્ત સાઈડલાઈન કરી લેવું પાર્ટીનું કામ નથી. પ્રિયંકાએ વધુમાં લખ્યું કે, ભાજપ રાષ્ટ્રવાદી નેતાઓએ પોતાનો પક્ષ સ્પષ્ટ કરવો જોઈએ.
દિગ્વિજયે કહ્યું કે, આ લોકોએ દેશની સાથે માફી માગવી જોઈએ. હું પ્રજ્ઞા ઠાકુરના નિવેદનનું ખડન કરું છું. નથુરામ ગોડસે એક હત્યારો હતો. તેનો ગુનગાણ ગાવા દેશભક્તિ નથી પરંતુ દેશદ્રોહ છે.
વામ દળોએ ટ્વી્ટ કરીને પ્રજ્ઞા ઠાકુર અને ભાજપ પર નિશાન સાધ્યું છે, પાર્ટીએ ભાજપ હટાવો દેશ બચાવોનું સુત્ર આપ્યું છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને પ્રજ્ઞાની આલોચન કરી છે, ઓમરે ટ્વીટ કરીને સવાલ કરતા કહ્યું કે, મહાત્મા ગાંધીની હત્યા કરનાર દેશભક્ત છે, તો શું મહાત્મા ગાંધી રાષ્ટ્રદ્રોહી છે.