ETV Bharat / bharat

હૈદરાબાદને ભારતમાં સામેલ કરવા કરાયું હતું, ' ઓપરેશન પોલો' - Statue of Unity

15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયો અને તેનું બંધારણ તૈયાર કરતા લગભગ 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. 26 જાન્યુઆરી 1950માં ભારતે દેશને બંધારણ સમર્પિત કર્યું અને પહેલો પ્રજાસતાક દિન ઉજવાયો હતો, ત્યારે આજે ભારતે પોતાનો 72 મો પ્રજાસત્તાક દિન ઉજવ્યો છે.

ETV BHARAT
હૈદરાબાદમાં ઓપરેશન પોલો
author img

By

Published : Jan 26, 2021, 4:42 PM IST

  • આઝાદી પહેલા ભારતના હતા 2 ભાગ: અંગ્રેજો હસ્તકના સ્ટેટ અને રજવાડાઓ
  • આઝાદી સમયે ભારતમાં 562 દેશી રજવાડાઓ હતા
  • હૈદરાબાદને ભારતમાં સમાવવા 'પોલીસ એક્શન'
    હૈદરાબાદમાં ઓપરેશન પોલો

અમદાવાદઃ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયો અને તેનું બંધારણ તૈયાર કરતા લગભગ 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. 26 જાન્યુઆરી 1950માં ભારતે દેશને બંધારણ સમર્પિત કર્યું અને પહેલો પ્રજાસતાક દિન ઉજવાયો હતો, ત્યારે આજે ભારતે પોતાનો 72 મો પ્રજાસત્તાક દિન ઉજવ્યો છે.

ભારતના એકત્રીકરણનું સમુદ્રમંથન તે વખતના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું

ભારત આઝાદ થયો તે પહેલા ભારત બે ભાગમાં વહેંચાયેલો હતો. એક અંગ્રેજ સરકાર હસ્તકના રાજ્ય અને બીજા હતા રજવાડાઓ. આ ઉપરાંત 14 ઓગસ્ટના રોજ અલગ પાકિસ્તાન આપી દેવામાં આવ્યું હતું, ત્યારે ભારતમાં 562 જેટલા દેશી રજવાડા હતા. જેને ભારત સંઘમાં ભેળવીને અખંડ દેશ બનાવવો એ કાર્ય 'સમુદ્રમંથન' જેવું હતું. આ કાર્ય તે વખતના ભારતના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે સંભાળ્યું હતું.

ગુજરાત-સૌરાષ્ટ્રના 266 દેશી રજવાડા હતા

562 દેશી રજવાડામાંથી ગુજરાત-સૌરાષ્ટ્રમાં જ 266 જેટલા દેશી રજવાડા હતા. ભારતના આ રજવાડાઓમાં એક નાના ગામ જેટલું રજવાડું તો બીજું ઇંગ્લેન્ડના ક્ષેત્રફળ જેટલું મોટું રજવાડું પણ હતું. આમાં મોટાભાગના રજવાડાઓના એકત્રીકરણમાં સરદારનો સિંહ ફાળો હતો. કેટલાક રજવાડા તો સામે ચાલીને ભારતમા સામેલ થયા. જેમ કે, ભાવનગરનું કૃષ્ણકુમારસિંહનું રજવાડું, તો કેટલાકે વિદ્રોહ પણ કર્યો. તેમને પણ સામ, દામ, દંડ અને ભેદથી ભારતમાં જોડ્યા હતા.

ત્રણ રજવાડાએ કર્યો હતો વિદ્રોહ

ગુજરાતના તે સમયના નવાબનું જૂનાગઢ, રાજા હરિસિંહનું કશ્મીર અને આસફ અલીના હૈદરાબાદનો સમાવેશ થાય છે. આ રજવાડા ભારત સાથે જોડાવા તૈયાર નહોતા. તે ક્યાંક સ્વતંત્ર રહેવા માંગતા હતા, તો ક્યાંક હિન્દૂ બહુમતી વસ્તી હોવા છતાં પાકિસ્તાન સાથે જોડાવા માંગતા હતા.

હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાની કરી હતી જાહેરાત

હૈદરાબાદના નિઝામે સૌપ્રથમ તો પોતાનો અલગ દેશ એટલે કે સ્વતંત્ર રહેવાની હઠ પકડી હતી, પરંતુ હૈદરાબાદ ભારત દેશનું મોટું રજવાડું હતું અને સરદારે કહ્યું હતું કે, જો હૈદરાબાદ ભારતમાં ન ભળે તો તે અખંડ ભારતના પેટમાં કેન્સર સમાન ગણાય. વળી આ રાજ્યમાં 85 ટકા વસ્તી હિન્દુ હતી. જેથી સરદારે તેમને ભારતમાં ભળી જવા જણાવ્યું, પરંતુ નિઝામ પોતાની વાત પર અડગ રહ્યા હતા. પાછળથી નિઝામે પાકિસ્તાન સાથે ભળવાની અને સૈનિક વિદ્રોહની મનશા બનાવી લીધી હતી. જેથી નિઝામ આસિફ ખાન સામે સરકારે પગલાં લેવાની ફરજ પડી હતી.

નિઝામને સમજાવવાનો વ્યર્થ પ્રયાસ

સૌપ્રથમ તો સરદારે નિઝામ સાથે વાત કરી, પરંતુ નિઝામ ભારત સામે વિદેશની સહાય અને મોટાપાયે હથિયારો મંગાવતો હોવાનું જાણવા મળ્યુ હતું. વળી હૈદરાબાદ સ્ટેટમાં લગભગ તે વખતે 1.60 કરોડ જેટલી વસ્તી હતી. જેમાંથી 26 હજાર જેટલું નિઝમનું સૈન્ય હતું. આ ઉપરાંત 2 લાખ જેટલા નિઝામને વફાદાર અપ્રશિક્ષિત લડવૈયા હતા. જેને રઝાકાર કહેવાતા હતા. રઝાકરોની આગેવાની કાસીમ રિઝવી કરતો હતો. હૈદરાબાદ ઉપર ભારત સરકારનું સંઘમાં જોડાવા દબાણ વધતા ધર્માંધ રઝાકારોએ હૈદરાબાદમાં કત્લેઆમ મચાવી હતી. જેથી સંપૂર્ણ દેશમાં સરકારની ટીકા થવા માંડી હતી.

હૈદરાબાદ જપ્ત કરવા સરદારે પોલીસના નામે આર્મી મોકલી

નિઝામ અને રઝાકરોની હરકતથી વલ્લભભાઈ પટેલે પોલીસના નામે દક્ષિણ ભારતનો મોરચો સાંભળતા 36,000 ભારતીય સૈનિકોનો કાફલો હૈદરાબાદને ઘેરવા મોકલી દીધો હતો. પોલીસના નામે સૈનિકો એટલા માટે મોકલાયા કારણ કે, વિશ્વ સમક્ષ એવી છાપ ન ઉપસે કે ભારતે હૈદરાબાદ ઉપર આક્રમણ કર્યું છે. સામે નિઝામના 26,000 જેટલા સૈનિક હતા. તેમને પહેલા લડવાનું પસંદ કર્યું, પરંતુ અંતે આત્મસમર્પણ કરવું પડ્યું હતું. જનરલ ચૌધરીની આગેવાનીમાં 13 સપ્ટેમ્બરે શરૂ થયેલું ઓપરેશન 'પોલો', 17 સપ્ટેમ્બરે પૂર્ણ થયું હતું. 108 કલાકમાં હૈદરાબાદ જપ્ત કરી લેવાયું હતું. જો કે, આ દરમિયાન હૈદરાબાદમાં મોટા પાયે ખૂનામરકી થઈ હતી.

નિઝામની વિશ્વ સમક્ષ મદદની પોકાર

હૈદરાબાદના નિઝામે હૈદરાબાદને ભારતમાં ભળતું રોકવા અમેરિકા અને યુનાઈટેડ નેશન્સમાં મદદ માગી, પરંતુ નિઝામને મદદ મળી નહીં. બીજી તરફ યુનાઇટેડ નેશન્સમાં તેમણે કરેલી ફરિયાદને સરદારના કહેવા પર પાછી ખેંચવી પડી હતી. ભારતની જીત બાદ જ્યારે સરદાર હૈદરાબાદ એરોડ્રામ પર આવ્યા હતા, ત્યારે નિઝામ તેમની સામે નતમસ્તક ઉભા હતા, પરંતુ સરદારે કૃતજ્ઞતા દાખવતા નિઝામને હૈદરાબાદના રાજપ્રમુખ બનાવ્યા હતા.

શા માટે કાર્યવાહીનું નામ 'ઓપરેશન પોલો'

ઉલ્લેખનીય છે કે, તે સમયમાં દક્ષિણ ભારતમાં પોલોની રમત પ્રચલિત હતી. આ સમયે હૈદરાબાદમાં પોલોના મેદાન વધુ હતા. જેથી હૈદરાબાદ સામેની સૈન્ય કાર્યવાહીને ઓપરેશન પોલો નામ અપાયું હતું.

ગુજરાતમાં સરદારના આ ભગીરથ કાર્યની ગાથા ગાતું સ્થળ એટલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી

સરદાર વલ્લભભાઇ પટેલનું નામ ઈતિહાસમાં અમૂલ્ય યોગદાન હોવા છતાંય અન્ય જેટલી ખ્યાતિ પ્રાપ્ત નહોતું, પરંતુ અત્યારે ગુજરાતના કેવડિયા ખાતે સરદારની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની લોહ પ્રતિમાના નિર્માણથી તેઓની ખ્યાતિ વિશ્વભરમાં ફેલાઈ છે. 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ની પાછળનો ઉદેશ્ય પણ સરદારના દેશના એકત્રીકરણન કાર્યને યશ આપવાનો જ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.