ETV Bharat / bharat

ફક્ત દર્દી, વિદ્યાર્થી અને અપંગ લોકો માટે 14 એપ્રિલથી રેલ્વે બુકિંગ શરૂ - ભરતીય રેલવે

ભરતીય રેલવે લોકોને 2-3 મહિના યાત્રા ન કરવાના સંદેશ સાથે 14 એપ્રિલ પછી રેલવે સેવા શરૂ કરશે. જો કે, વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવેલી છૂટછાટ હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે. કારણ કે, મોટી ઉંમરના લોકોને કોરોના વાઈરસની અસર ઝડપથી થાય છે. રેલવેના જણાવ્યા મુજબ, આ કાયમી નથી વાઈરસની આક્રમકતા ઓછી થશે તે બાદ આ છૂટછાટ ફરી આપવામાં આવશે. હાલ ફક્ત દર્દીઓ, વિદ્યાર્થીઓ અને દિવ્યાંગોને જ છુટછાટ આપવામાં આવી છે.

Only patients, students and people with disabilities to get Rly concessions for bookings as of now
ફક્ત દર્દીઓ, વિદ્યાર્થીઓ અને અપંગ લોકો, રેલ્વે બુકિંગ ખોલવામાં મેળવશે
author img

By

Published : Apr 3, 2020, 8:50 AM IST

નવી દિલ્હી: કોઈ પણ વ્યક્તિ અગાઉથી ટ્રેનની ટિકિટ બુક કરાવી શકે છે, કારણ કે ભારતીય રેલવેએ 14મી એપ્રિલ પછી મુસાફરી માટે અનામતને સ્થગિત કરી નથી. રાષ્ટ્રીય પરિવહનકારના જણાવ્યા મુજબ, IRCTCની છૂટ માત્ર દર્દીઓ, વિદ્યાર્થીઓ અને અપંગ લોકો જ મેળવી શકે છે. ભારતીય રેલવે દ્વારા 19 માર્ચના અપાયેલા આદેશમાં દર્દી, વિદ્યાર્થી અને દિવ્યાંગો સિવાય તમામ છૂટછાટ સ્થગિત કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસના ફેલાવાના કારણે યાત્રી રેલ સેવા સ્થગિત કરવામાં આવી હતી. ભારતીય રેલ્વેએ સ્પષ્ટતા કરી હતી કે, 14 એપ્રિલ પછીની મુસાફરી માટેના આરક્ષણને સ્થગિત કરવામાં આવ્યા નથી. રિઝર્વેશન કરાવવા માટે 120 દિવસ પહેલા બુકિંગ કરાવવું પડશે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાાઈરસના ફેલાવવાને ધ્યાનમાં રાખીને દેશભરમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કર્યા બાદ રેલવેએ 14મી એપ્રિલ સુધી તમામ મુસાફરોની સેવાઓ સ્થગિત કરી દીધી હતી.

સ્વાસ્થ્ય સલાહકારનો ઉલ્લેખ કરતાં રેલવેએ અગાઉના આદેશમાં જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિકો સહિતની અનેક કેટેગરીમાં છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે. કારણ કે કોરોના વાઈરસના કારણે ફેલાવા અને મૃત્યુદરનું જોખમ આ વર્ગમાં સૌથી વધુ છે. રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરે એમ પણ કહ્યું હતું કે, જે તે કેટેગરીમાં જ્યાં છૂટછાટો પાછી ખેંચી લેવામાં આવી છે. તે મુજબ ટિકિટ કેન્સલ કરાવવાનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.