હિન્દી દિવસે અમિત શાહે ટિવટ કરીને લખ્યુ હતું કે, 'ભારતમાં વિવિધ ભાષાઓ બોલાઈ છે. દરેક ભાષાનું મહત્વ છે. પરંતુ દેશની એક ભાષા હોવી જોઈએ એ જરૂરી છે. જે વિશ્વભરમાં ભારતની ઓળખ બની શકે. દેશને એકસુત્રમાં બાંધવાનું કામ જો કોઈ એક ભાષા કરી શકે એમ હોય તો તે માત્ર હિન્દી ભાષા છે. જે ઉપયોગ દેશમાં સૌથી વધુ થાય છે.'
અમિત શાહે દેશવાસીઓને અપિલ કરી હતી કે, ' દરેક નાગરીકે પોતાની માતૃભાષાની સાથે હિન્દી ભાષાનો ઉપયોગ પણ વધારવો જોઈએ. દેશમાં એક જ ભાષા હોય તેવું મહાત્મા ગાંધી અને લોખંડીપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું સપનુ હતું. દરેકને હિન્દી દિવસની શુભકામનાઓ'
ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ દેશના લોકોને હિન્દી દિવસની શુભકામના આપતા કહ્યુ હતું કે,' હિન્દીદેશભરમાં સૌથી વધુ બોલાતી અને સમજાતી ભાષા છે. તે સમગ્ર દેશને એક રાખી શકે છે અને વિશ્વના ફલક પર આપણી ઓળખ બની શકે છે. તમામને હિન્દી દિવસની શુભેચ્છાઓ, હિન્દી ભાષાનો રોજીંદા જીવનમાં ઉપયોગ વધારવો જોઈએ અને એ માટે બીજા લોકોને પણ પ્રોત્સાહીત કરવા જોઈએ'
હિન્દી દિવસ દર વર્ષે 14 સપ્ટેમ્બરે ઉજવાઈ છે. 14મી સપ્ટેમ્બર 1949ના દિવસે બંધારણમાં હિન્દી ભાષાને રાજભાષાનો દરજ્જો મળ્યો હતો.