ચંદીગઢ: કોરોના વાઇરસથી સમગ્ર વિશ્વમાં બદલાવ આવ્યો છે. શાળાઓ પણ ઘણા મહિનાઓથી બંધ છે. હરિયાણામાં પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ અટવાયું છે. સરકાર ઓનલાઇન વર્ગો દ્વારા બાળકોના શિક્ષણ ચાલુ રાખવાનો દાવાઓ કરી રહી છે, પરંતુ દૂર-દૂરના અને પછાત વિસ્તારોમાં ટેકનીકી સિસ્ટમ પણ નિષ્ફળ થઈ રહી છે. દેશના સૌથી પછાત જિલ્લાઓમાં આવેલા હરિયાણાના નૂહમાં પણ આ સ્થિતિ છે.
કોરોનાને કારણે સરકારી અને ખાનગી શાળાઓમાં છેલ્લા ઘણા મહિનાઓથી શિક્ષણ કાર્ય બંધ છે. નૂહ જિલ્લો શિક્ષણની દ્રષ્ટિએ પહેલાથી જ ખૂબ પછાત છે અને હવે કોરોનાએ શિક્ષણ પ્રણાલીની કમર તોડી નાખી છે. જેના પગલે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે સરકારે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરી છે. જોકે, વિદ્યાર્થીઓના વાલીઓનું કહેવું છે કે, કોરોનાને કારણે તેમના બાળકોના શિક્ષણને ભારે નુકસાન પહોંચ્યું છે. બાળકો કોરોનાને કારણે અભ્યાસ કરી શકતા નથી અને સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઓનલાઇન શિક્ષણ અભિયાન ગ્રામીણ વિસ્તારોમાં શૂન્ય લેવલ પર છે, કારણ કે બાળકોને ઓનલાઇન શિક્ષણ માટે કોઈ સુવિધા આપવામાં આવી નથી.
વહીવટીતંત્ર ઓનલાઇન શિક્ષણને લાગુ કરવામાં સંપૂર્ણ રીતે વ્યસ્ત ગયુ છે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા એડ્યુસેટ, કેબલ નેટવર્ક, ઇન્ટરનેટ, વોટ્સએપ ગ્રુપ જેવા માધ્યમો બનાવવામાં આવ્યા છે. બીજી તરફ શિક્ષણ વિભાગનો દાવો છે કે નૂહ જિલ્લામાં 61 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યાં છે.
જ્યારે જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું કે, નૂહ જિલ્લામાં આશરે 64થી 65 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરે છે. આ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને અહીં અભ્યાસમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બધા બાળકો પાસે મોબાઈલ હોતા નથી અને જેમની પાસે છે તેઓ પણ નેટવર્કની સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં લોકોની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે. તેથી ટીવી અને એન્ડ્રોઇડ ફોન પણ અહીં સંખ્યામાં ઓછા છે. અહીં કેટલાક પરિવારો એવા પણ છે કે જેમની પાસે ફોન નથી. જો કોઈ ફોન છે, તો મોંઘા ઇન્ટરનેટને કારણે રિચાર્જ કરવું મુશ્કેલ છે. વીજળીના અભાવને કારણે ઘણી વખત મોબાઇલ ફોનની બેટરીને પણ ચાર્જ કરવામાં મુશ્કેલી પડી રહી છે.