ETV Bharat / bharat

ઓડિશાઃ કોરાપુટના આદિજાતિ વિસ્તારમાં ઓનલાઇન ભણતર એક સ્વપ્ન સમાન - ઓડિશા સમાચાર

ઓડિશામાં પર્વતો અને જંગલોથી ઘેરાયેલો જિલ્લો કોરાપુટમાં મોટાભાગે આદિવાસી સમુદાયો વસે છે. દરરોજ જિલ્લાના લોકો આજીવિકા મેળવવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે.

the-digital-divide-series-from-odisha
ઓડિશાઃ કોરાપુટના આદિજાતિ વિસ્તારમાં ઓનલાઇન ભણતર એક સ્વપ્ન સમાન
author img

By

Published : Aug 7, 2020, 10:32 PM IST

Updated : Aug 8, 2020, 5:55 AM IST

ઓડિશા: ઓડિશામાં પર્વતો અને જંગલોથી ઘેરાયેલો જિલ્લો કોરાપુટમાં મોટાભાગે આદિવાસી સમુદાયો વસે છે. દરરોજ જિલ્લાના લોકો આજીવિકા મેળવવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. અહીંના આદિવાસી લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે પાયાની સુવિધાઓથી વંચિત છે. તેમના બાળકો એવા સ્થળે મોબાઇલ ફોનની મદદથી કેવી રીતે અભ્યાસ કરશે, જ્યાં મોબાઇલ ફોન લોકો માટે એક સપનું છે. તેમની પાસે સ્માર્ટફોન નથી. સરકાર દ્વારા આપવામાં આવેલો મેસેજ તેમને કેવી રીતે પ્રાપ્ત થશે ? બાળકો તેમના અભ્યાસ માટે વોટ્સએપની મદદ કેવી રીતે લેશે ? જો કે, સરકારે એક યોજના રજૂ કરી હતી. બાળકો પાસે સ્માર્ટફોન નથી તો સરકારનો મેસેજ મળશે એ વાત ભૂલી જાઓ. સુનિ કિરસાની, જે ધોરણ-7ની વિદ્યાર્થીની છે, તેને પાઠય પુસ્તકો આપવામાં આવ્યા છે.જો કે, સુનિ પાસે કોઈ સ્માર્ટફોન નથી કે ન સરકાર તરફથી કોઈ સંદેશો તેના સુધી પહોંચ્યો છે. નવા પાઠયપુસ્તકો શિક્ષકની ગેરહાજરીમાં અર્થવિહિન છે. અખીરાણી ગામની આશા કાર્યકર પાસે એન્ડ્રોઇડ ફોન છે. પરંતુ તેની વ્યસ્તતાના કારણે, તે બાળકો માટે સમય ફાળવી શકે તે સ્થિતિમાં નથી. તો કોરાપુટની સરકારી શાળાની ગંભીર સ્થિતિ છે. આ સંજોગોમાં રાજ્યના શિક્ષણ વિભાગે વોટ્સએપ દ્વારા વિદ્યાર્થીઓ સાથે જોડાવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે.

ઓડિશાઃ કોરાપુટના આદિજાતિ વિસ્તારમાં ઓનલાઇન ભણતર એક સ્વપ્ન સમાન

વિદ્યાર્થીની સુનિ કિરસાનીએ કહ્યું હતું કે, 'હું પુસ્તક વાંચી શકતી નથી. મારી પાસે મોબાઈલ નથી. હું પુસ્તકો સમજી શકતી નથી .જો કોઈ મને મદદ કરશે તો હું તે શીખી શકીશ.'

વિદ્યાર્થી હિતેશ બગે કહ્યું હતું કે, 'મારી પાસે સ્માર્ટફોન નથી. મારા પપ્પા તેમનો ફોન કામ પર લઈ જાય છે. તેથી નાના મોબાઈલમાં હું અંગ્રેજી ભણી શકતો નથી.'

વાલી અખીરાની સાગરે કહ્યું હતું કે, 'દરેકને મોબાઇલ ઓપરેટ કરતા નથી ફાવતું અને બધા પાસે મોબાઇલ નથી હોતા. તેમાંથી ઘણા ભણેલા નથી. તેમની પાસે સ્માર્ટફોન નથી. તો તેઓ વોટ્સએપ પર કેવી રીતે શીખી શકે. નેટવર્ક પણ અહીં એક મુદ્દો છે. મોટાભાગે વીજળી હોતી નથી.'

વાલી મદન કિરસાનીએ કહ્યું હતું કે, 'આ ઘણું હાસ્યાસ્પદ છે... આ ગામોમાં વોટ્સએપ પર કેવી રીતે ભણી શકાય ? મને આશ્ચર્ય છે કે સરકારને આ વિચાર કેવી રીતે આપ્યો ?'

વાલી મંગલદાન બગે કહ્યું હતું કે, 'સ્માર્ટફોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે અમે નથી જાણતા. અમારી પાસે એક નાનો ફોન છે. અમે આ ફોન દ્વારા સંપર્કમાં રહી શકીએ છે, પરંતુ આ સ્માર્ટફોન નથી. અમારા બાળકો ઘરે અભ્યાસ કરે છે .. પરંતુ તેઓ વોટ્સએપ દ્વારા અભ્યાસ કરી શકતા નથી.'

આપણે ડિજિટલ જગતમાં પગલું ભર્યું છે. રાજ્યની આર્ટ ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વર્તમાન લોકડાઉન દરમિયાન પણ બાળકો ઓનલાઇન અભ્યાસ કરે છે. પરંતુ કોઈએ પણ આ સિસ્ટમની વાસ્તવિક સફળતા વિશે નોંધ નથી લીધી. કોરાપુટ જેવા પછાત જિલ્લાના તમામ બાળકો માટે ઓનલાઇન અભ્યાસની આ સુવિધાને પૂરી કરવી વ્યવહારિક રીતે અશક્ય છે. બાળકો માટે મોબાઇલ ફોનની અછત છે. આ સંજોગોમાં તેઓ વોટ્સએપ દ્વારા કેવી રીતે અભ્યાસ કરશે. બીજી તરફ, જિલ્લા શિક્ષણાધિકારીએ સ્વીકાર્યું છે કે, માત્ર 60થી 70 ટકા વિદ્યાર્થીઓ આ સુવિધા મેળવી શકશે. વોટ્સએપ દ્વારા બાળકોને ભણતર આપવાનો સરકારનો કાર્યક્રમ મૃગજળ સમાન બન્યો હોય તેવું લાગે છે.

કોરપુટ જિલ્લા શિક્ષણ અધિકારી રામચંદ્ર નાહકે કહ્યું કે, 'અમે શાળાઓના સંબંધિત મુખ્ય શિક્ષકો પાસેથી સ્થિતિની ચકાસણી કરી છે. અમે ગ્રામીણ અને શહેરી વિદ્યાર્થીઓને પણ અલગ પાડ્યાં છે. અમને શહેરી અને ગ્રામીણનો 30/70 રેશિયો મળ્યો છે. અમને આશા છે કે 60થી 70 ટકા વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણતરનો લાભ લેશે.'

ઓનલાઇન ભણતર, સાંભળવું ખૂબ જ આધુનિક છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. ખુર્દા જેવા વિકસિત જિલ્લામાં સફળતા મળ્યા પછી સરકાર આ કાર્યક્રમ કોરાપુટ સુધી વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ લાગે છે કે, સરકાર બે જિલ્લામાં ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂળભૂત તફાવત ભૂલી ગઈ છે.

Last Updated : Aug 8, 2020, 5:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.