જમ્મુ : જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં બોર્ડર સ્થિત ગામમાં પાકિસ્તાની સૈનિકોએ શુક્રવારે ગોળીબાર કર્યો હતો. જેમાં ગામના એક નાગરિકનું મોત થયુ છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી છે.
પાકિસ્તાની સેનાએ જિલ્લાના શાહપુર અને કરણી વિસ્તારોમાં ગામ અને મુખ્ય ઠેકાણાંઓને નિશાન બનાવીને મોર્ટારથી હુમલો કર્યો, અને સાથે જ હથિયારોથી ગોળીબાર પણ કર્યો. પાકિસ્તાને ગામોને નિશાન બનાવી 120-mmના મોર્ટારનો ઉપયોગ કર્યો. જેમાં એકનું મોત થયુ અને 4 ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે.