પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ગત 6-7 દિવસમાં સાંભર તળાવની આસપાસના વિસ્તારોમાં સતત પક્ષીઓના મોત થતાં રહે છે. પણ સ્થાનિક તંત્ર તથા વનવિભાગને તેની જરા પણ ગંધ ન આવી. પર્યાવરણ પ્રેમી તથા સ્થાનિક લોકોને આ વાતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતાં. બાદ તંત્ર અને વન વિભાગને આ અંગેની જાણકારી આપી.
આ ઘટનાની જાણ થતાં કલેક્ટર તથા વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળ પર તપાસ કરવા પહોંચ્યા હતાં. તપાસ કરતા જાણવા મળ્યું કે, લગભગ 3-4 કીમી સુધીમાં પક્ષીઓના મૃતદેહ પડેલા જોવા મળે છે. વનવિભાગના અધિકારીએ આ ઘટના બાદ જણાવ્યું કે, પાણીમાં કોઈ ભેળસેળ થઈ હોવાના કારણે આવું બન્યું હોવાનું આશંકા વ્યક્ત કરી હતી.
આ ઘટનાનું સત્ય જાણવા માટે પક્ષીઓના મૃતદેહને ભોપાલ અને લુધિયાણા સ્થિત પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે.