ઉલ્લેખનીય છે કે, દુબઈ ટુરિઝમે પ્રવાસનમાં વધારો કરવા ભારે રોકાણ કર્યું છે અને પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષવા માટે બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગેવાનીમાં હેશ બી માય ગેસ્ટ અભિયાન શરૂ કર્યું છે. દુબઈના ટુરિઝમ વિભાગ અને કોર્મસ માર્કેટિંગ વિભાગે કહ્યું કે,"બાળકો સાથે આવતાં ભારતીય પરિવારોનાં પ્રવાસનમાં વધારો થયો છે, જે 24 ટકાથી વધીને 34 ટકા થયું છે".
દુબઈ ટુરિઝમના મહાનિર્દેશક હેલાલ સઈદ અલમારીએ નિવેદન આપ્યુ કે, "પર્યટન દુબઈમાં આર્થિક આવક વધારવાના સાધનમાંનું એક મહત્વપૂર્ણ અંગ છે, અને અમે અમારા લક્ષ્યાંક પ્રતિ આગળ વધવાની ક્ષમતાને ધ્યાને રાખી સફળતાનું આકલન કરતા હોઈએ છીએ. જેથી કરીને આવાનારા દિવસોમાં લોકોની સૌથી વધુ પસંદનું શહેર બની શકે."