નવી દિલ્હીઃ બિહારના કિશનગંજમાં ભારત-નેપાળ સીમા પાસે નેપાળ પલીસે ફાયરિંગ કર્યુ હતું. આ કાર્યવાહીમાં ત્રણ લોકો પર ગોળી ચલાવવામાં આવી હતી. આ ફાયરિંગમાં એક ભારતીય યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ ઘટના ટેઢાગાછ વિભાગનાા ફતેહપુર બોર્ડર પોઈન્ટની છે. જ્યાં નેપાળ એપીએફએ ફાયરિંગ કર્યુ હતું. સ્થાનિક લોકોના જણાવ્યાં મુજબ, આ ફાયરિંગમાં એક શખ્સ ઘાયલ થયો છે, તે પોતાના સાથીદારો સાથે ઢોર ચારવા નિકળ્યો હતો. આ દરમિયાન તેમના પર નેપાળ પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
કિશનગંજમાં પોલીસ અધિક્ષકે આ ઘટનાના સંબંધમાં જણાવ્યું કે, નેપાશ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સાથે જ ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘાયલ યુવકની ઓળખ જિતેન્દ્ર કુમાર સિંહના નામે થઈ છે, જે ફતેહપુર ગામના માસ્ટર ટોલા નિવાસીનો હોવાનું મનાઈ રહ્યું છે. યુવક પોતાની ગાયને શોધવા સાથીદાસો સાથે ભારતની સીમા પાર કરી નેપાલની સીમામાં પ્રવેશ્યો હતો. આ દરમિયાન પોલીસે તેના પર ફાયરિંગ કર્યુ હતું.