નવી દિલ્હી: રિપબ્લિકન પાર્ટી દ્વારા બીજી ટર્મ માટે નામાંકિત થતાં, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ અમેરિકનો ને શાબ્દિકપણે વચન આપ્યું છે, જેમાં 10 મહિનામાં 10 મિલિયન નોકરીઓ અને આ વર્ષના અંત સુધી કોવિડ -19 રોગચાળો સામે લડવાની એક રસીનો બનાવાનો સમાવેશ થાય છે. "તમારા માટે લડુ છું!" ના બેનર હેઠળ ચૂંટણી લડી રહેલા ટ્રમ્પ જો વ્હાઇટ હાઉસ માટે ફરીથી ચૂંટાય તો આ કાર્યો ટોચ અગ્રતામાં રહેશે.
મંગળવારે એક નિવેદનમાં એશિયા પેસિફિક મીડિયાના રિપબ્લિકન નેશનલ કમિટી (આરએનસી) ના ડિરેક્ટર મરિના ત્સી એ જણાવ્યું હતું કે જુની ભવ્ય પાર્ટી "સ્વતંત્રતા, લોકશાહી, સમૃદ્ધિ, શાંતિ, ન્યાય, એક મજબૂત રાષ્ટ્ર અને સમુદાયની સલામતીના મૂલ્યો માટે છે". .
"રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિઓ અમેરિકનોને સશક્ત બનાવે છે, અને તે બધાને જે કાયદેશર માધ્યમો દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ આવે છે, જેમને આપણા મહાન અમેરિકન પ્રયોગમાં ફાળો આપવાની અને વધુ સારી, સુંદર જીવન પ્રાપ્ત કરવાની તક છે," તેમણે જણાવ્યું હતું
બીજા સંભવિત કાર્યકાળના કાર્યસૂચિમાં, ત્સીએ જણાવ્યુ હતું કે ટ્રમ્પ અભિયાનની કચેરી એ આઠ વ્યાપક વર્ગ હેઠળ તેમની પ્રાથમિકતાઓની સૂચિ તૈયાર કરી છે જેમાં: નોકરીઓ, કોવિડ -19ની નાબૂદી, શિક્ષણ, ડ્રેઇન એ સ્વેમ્પ (જેનો અર્થ થાય છે ભ્રષ્ટાચારને જડમૂળથી કાઢી નાખવું), આપણા પોલીસનો બચાવ, , ગેરકાયદેસર ઇમિગ્રેશનને સમાપ્ત કરવુ અને અમેરિકન કામદારોને સુરક્ષિત કરવુ, ભવિષ્ય માટે નવીનતા લાવવી., અને ‘અમેરિકા પ્રથમ’ વિદેશી નીતિ નો સમાવેશ થાય છે .
જ્યારે 2020 નો એજન્ડા અમેરિકનો માટે વધુ રોજગારી ઉભી કરવા, ગેરકાયદેસર ઇમિગ્રેશન બંધ કરવા, અને ચીનમાં બનેલા માલ પર વધુ ટેરિફ લગાવવાની વાતો 2016 ના અભિયાનના વચનોની યાદ અપાવે છે, જેમાં કોવિડ -19 વાયરસ સામે લડવાની રસી શોધવાની પ્રાધાન્યતા અને ચંદ્ર પર કાયમી માનવ ઉપસ્થિતિ સાથે અવકાશ દળની રચના આ બે, આ વખતે નવા છે .
નોકરીના વર્ગ હેઠળ, ટ્રમ્પની ઝુંબેશ કચેરીએ 10 મહિનામાં 10 મિલિયન( એક કરોડ) નવી નોકરીઓ બનાવવાનું અને 10 મિલિયન( એક કરોડ ) નવા નાના ઉદ્યોગો સ્થાપવાનું વચન આપ્યું છે. અમેરિકામાં ચોખ્ખો પગાર વધારવા અને નોકરીઓ રાખવા માટે કર ઘટાડવાની પણ ઓફર કરી હતી. નોકરીઓની કાર્યસુચી માં અમેરિકન નોકરીઓ , "મેડ ઇન અમેરિકા" ટેક્સ ક્રેડિટ્સ, તક ક્ષેત્રનું વિસ્તરણ અને ઉર્જા સ્વતંત્રતા માટે સતત નિયમનકારી નીતિને સુરક્ષિત રાખતા વાજબી-વેપાર સોદા લાવવાનો પણ સમાવેશ થાય છે.
યુ.એસ.માં કોવિડ 19 રોગચાળાની સ્થિતિનું યોગ્ય વ્યવસ્થાપન ન કરવા બદલ અવિરત ટીકાઓનો સામનો કરી રહેલ , ટ્રમ્પે આ વર્ષના અંત સુધીમાં વાયરસ સામે લડવાની રસી વિકસાવવાનું અને 2021 સુધીમાં સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાનું વચન આપ્યું છે. કાર્યસૂચિમાં બધી જટિલ દવાઓ બનાવવા અને યુ.એસ. માં હેલ્થકેર કામદારો માટે જ્થ્થો પુરો પાડવા અને ભાવિ રોગચાળા માટે તૈયાર રહેવા દવાનો અનામત જથ્થો ઉભો કરવાનું સમાવેશ થાય છે
જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર એ પોતાનો સંપૂર્ણ સમય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પોષણક્ષમ સંભાળ અધિનિયમ, જેને ઓબામાકેર તરીકે પ્રખ્યાત કરવામાં આવે છે, તેને નાબુદ કરવાનો પ્રયાસ કરવામાં પસાર કર્યો છે ત્યારે આ વખતે આરોગ્ય સંભાળના એજન્ડામાં દવાની કિંમતોમાં ઘટાડો, દેશના આરોગ્ય સંભાળ માળખામાં દર્દીઓ અને ડોકટરોને પાછો હવાલો સોંપવાનો સમાવેશ થાય છે. આરોગ્ય સંભાળ વીમા પ્રિમીયમ ઘટાડવું, આશ્ચર્યજનક બિલિંગ સમાપ્ત કરવું, સ્વાસ્થની તમામ અસ્તિત્વમાં રહેલી સ્થિતિને આવરી લેવું, સામાજિક સુરક્ષા અને તબીબી સંરક્ષણ અને ભુતપુર્વ યોદ્વાઓનું રક્ષણ કરવું અને વિશ્વસ્તરીય આરોગ્ય સંભાળ અને સેવાઓ પ્રદાન કરવી.
નવા સૂચિત શિક્ષણ કાર્યસૂચિમાં યુ.એસ.ના દરેક બાળકોને શાળા પસંદગી પૂરા પાડવાનું અને “અમેરિકન અપવાદરૂપતા શીખવવાનું” વચન આપવામાં આવ્યું છે.
" ડ્રેઇન સ્વેમ્પ "( રાજકીય ભ્રષ્ટાચારનો અંત લાવો ) ના વર્ગ હેઠળ, ટ્રમ્પ ઝુંબેશ કચેરી, કોંગ્રેસની મુદત મર્યાદા પસાર કરવાની ની દરખાસ્ત મુકે છે , "અમેરિકી નાગરિકો અને નાના ઉદ્યોગોમાં સરકારની અમલદારશાહી ગુંડાગીરી નો અંત , વોશિંગ્ટનના નાણાંના પગેરાનો પર્દાફાશ કરવા અને લોકોને અને રાજ્યોને સત્તા સોંપવાની તક આપે છે."
તે વિશ્વમાં વધતી જતી બહુપક્ષીયતા સામે ટ્રમ્પના એકપક્ષીયતાના પ્રયાસોને પ્રતિબિંબ કરે છે "અમેરિકન નાગરિકોને નુકસાન પહોંચાડનાર આંતરરાષ્ટ્રીય સંગઠનોના વૈશ્વિક ભ્રષ્ટાચારને ખતમ કરવાનો પ્રસ્તાવ લાવે છે." ટ્રમ્પની તેમની પ્રથમ કાર્યકાળમાં મહત્તવની વિદેશ નીતિઓ, જેને લઇ ને દુનિયાભર માં આક્રોષ હતો તે પૈકી, ઇરાન અને યુ.એન સિક્યુરિટી કાઉન્સિલ ના પાંચ કાયમી સભ્યો - ચાઇના, ફ્રાન્સ, રશિયા, યુનાઇટેડ કિંગડમ અને યુ.એસ - અને જર્મનીએ હસ્તાક્ષર કર્યા હતા તેવા સંયુક્ત વ્યાપક યોજના ની ક્રિયામાં થી વોશિંગ્ટન ને પાછા ખેંચવાનો અને તેહરાન પર ને તેના કથિત પરમાણુ પ્રોગ્રામ માટે ફરીથી પ્રતિબંધો લાદવાના નિર્ણયો હતા. ટ્રમ્પે હવામાન પરિવર્તન ઘટાડવા અંગેના 2015 ના પેરિસ કરારમાં થી પીછેહઠ કરી કહ્યું હતું કે આ કરાર યુ.એસ.ના અર્થતંત્રને નબળુ પાડશે અને તેમના દેશને “કાયમી ગેરલાભ” થશે
નાગરિકો અને જાતિવાદ સામે પોલીસ અતિરેક અંગે દેશ માં વિરોધ પ્રદર્શન સાથે, "આપણાં પોલીસનો બચાવ કરો" કેટેગરી હેઠળ, ટ્રમ્પે વધુ પોલીસની ભરતી અને કાયદા અમલીકરણ અધિકારીઓને સંપૂર્ણ ભંડોળ આપવાનું , કાયદા અમલીકરણ અધિકારીઓ પરના હુમલા માટે ગુનાહિત દંડ વધારવાની, ગોળીબારને ઘરેલું આતંકવાદના કૃત્યો તરીકે કેસ ચલાવવાનું , એન્ટીફા જેવા હિંસક ઉગ્રવાદી જૂથોને ફાંસીવાદ વિરોધી રાજકીય આંદોલન,ને ન્યાય અપાવવા માટે યુ.એસ માં લાવવાનું , અને કેશલેસ જામીન સમાપ્ત કરવા અને ખતરનાક ગુનેગારોને સુનાવણી સુધી જેલ માં બંધ રાખવામાં આવશે નું વચન આપ્યુ છે .
ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા માટે તેમના 2016 ના અભિયાન દરમિયાન મેક્સિકોની સરહદ સાથે દિવાલ બનાવવાનું વચન આપ્યા પછી, સત્તાધારી રાષ્ટ્રપતિ એ આ વખતે, “ગેરકાયદેસર ઈમિગ્રેશન અને અમેરિકન કામદારોને સુરક્ષિત રાખવા” ની કેટેગરી હેઠળ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને કરદાતા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી કલ્યાણ, આરોગ્યસંભાળ અને મફત કોલેજ ટ્યુશન માટે પાત્ર બનતા અટકાવવાની ઓફર કરી છે. 2020 અભિયાનમાં બિન-નાગરિક ગેંગના સભ્યો માટે ફરજિયાત દેશનિકાલ, માનવ તસ્કરીના નેટવર્કને ખતમ કરવા, અભયારણ્ય શહેરોનો અંત લાવવાની - ઇમિગ્રેશન કાયદો લાગુ કરવાના રાષ્ટ્રીય સરકારના પ્રયત્નો માં તેમના સહયોગને મર્યાદિત રાખતા મ્યુનિસિપલ અધિકારક્ષેત્રો - "અમારા પડોશને પુન સ્થાપિત કરવા અને અમારા પરિવારોને સુરક્ષિત રાખવા" પણ કહેવામાં આવ્યું છે. ”, અમેરિકન કંપનીઓને વિદેશી કામદારો ને ઓછા ખર્ચે કામ પર રાખી અમેરિકી નાગરિકો ને છુટા કરાવા પર પ્રતિબંધ કરવા અને નવા સ્થળાંતર કરનારાઓને પોતાને આર્થિક રીતે ટેકો આપવા સક્ષમ બનવાનું ફરીજીયાત કરવામાં આવશે.
"ભવિષ્ય માટે નવીકરણ કરો" એજન્ડા હેઠળ, રિપબ્લિકન અભિયાન અંતરિક્ષ દળ શરૂ કરવાની, ચંદ્ર પર કાયમી માનવ ઉપસ્થિતિ સ્થાપિત કરવા અને મંગળ ગ્રહ પર પ્રથમ માનવ સંચાલિત મિશન મોકલવાની દરખાસ્ત કરે છે.
તે "વિશ્વની મહાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ બનાવવા, 5 જી માટેની રેસ જીતવા અને રાષ્ટ્રીય હાઇ સ્પીડ વાયરલેસ ઇન્ટરનેટ નેટવર્ક સ્થાપિત કરવા, સ્વચ્છ પીવાના પાણી અને શુધ્ધ હવા સુધી પહોંચવામાં વિશ્વનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખવા અને આપણા ગ્રહના મહાસાગરો સાફ કરવા અન્ય રાષ્ટ્રો સાથે ભાગીદારી કરવાનો પણ પ્રયાસ કરે છે.
“ટ્રમ્પ અમેરિકાની પહેલી વિદેશ નીતિ” અંતર્ગત, ટ્રમ્પે શાંતિ વાટાઘાટો વચ્ચે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનથી યુએસ સૈન્યને બહાર કાઢવા માગે છે તેમ , તેમણે “અનંત યુદ્ધો બંધ કરીને આપણા સૈનિકોને ઘરે પાછા લાવવા” વચન આપ્યું છે.
નીતિ ઈચ્છે છે કે સાથીદારો દેશો તેમનો ન્યાયી હિસ્સો ચૂકવે , યુ.એસ.ની “અજોડ લશ્કરી તાકાત” જાળવવી અને વિસ્તૃત કરવી, અમેરિકનોને નુકસાન પહોંચાડવાની ધમકી આપતા વૈશ્વિક આતંકવાદીઓને નાબૂદ કરવા, અને એક મહાન સાયબરસક્યુરિટી સંરક્ષણ પ્રણાલી અને મિસાઇલ સંરક્ષણ પ્રણાલી નું નિર્માણ કરવું .
વોશિંગ્ટન અને બેઇજિંગ વેપાર-યુદ્ધમાં ઉતર્યા છે ત્યારે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સલામતી અંગેની કડવી દુશ્મનાવટ સાથે, ટ્રમ્પ અભિયાન કાર્યાલયએ એક અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ ગુરુવારે તેમના નામાંકન સ્વીકૃતિ ભાષણ દરમિયાન યુ.એસ ની ચીન પર નિર્ભરતાના અંત અંગે તેમની દ્રષ્ટિ ને પણ ઉજાગર કરશે.
નિવેદનમાં જણાવ્યા અનુસાર ટ્રમ્પ ચીનમાંથી દસ લાખ ઉત્પાદન નોકરીઓ પરત લાવવાની વાત કરશે, ચીનમાંથી નોકરી પરત લાવનારી કંપનીઓ માટે ટેક્સ ક્રેડિટ અને ફાર્માસ્યુટિકલ્સ અને રોબોટિક્સ જેવા આવશ્યક ઉદ્યોગો કે જેઓ તેમનું ઉત્પાદન યુનાઈટેડ સ્ટેટ્સમાં પાછા લાવે તેમના માટે 100 ટકા ખર્ચ કપાતને મંજૂરી આપે છે, અને જે કંપનીઓ ચાઇનાને આઉટસોર્સ કરે તેના માટે કોઇ ફેડરલ કરાર ન કરવા. નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે, કોવિડ -19 વાયરસને વિશ્વભરમાં ફેલાવવા દેવા માટે ટ્રમ્પ પણ ચીનને સંપૂર્ણ જવાબદાર ઠેરવશે .
- અરુણિમ ભુયાન