ઇતિહાસ
• વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષે 14 જૂને વિશ્વભરના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. તે કાર્લ લેન્ડ સ્ટીનર નોન ના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે જેઓનો જન્મ 14 જૂન, 1868ના રોજ થયો હતો.
• વિશ્વ રક્તદાતા દિવસ, તમામ દાતાઓ માટે , કાર્લ લેન્ડસ્ટીનર (એબીઓ બ્લડ ગ્રુપ પદ્વતિની શોધ માટે નોબેલ પુરસ્કાર જીતનાર વૈજ્ઞાનિક)ની જન્મદિવસ ઉજવણી અને તેમની યાદ માટેની અમૂલ્ય તક લાવે છે.
વિશ્વ રક્તદાતા દિવસ 2020
- 14 જૂન 2020ના રોજ ડબ્લ્યુએચઓ અને બધા દેશો વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરશે
- 2005 માં વિશ્વ આરોગ્ય સંગઠન એ રક્તદાતાઓનો આભાર માનવા અને વધુ લોકોને મુક્તપણે રક્ત આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક ખાસ દિવસ નક્કી કર્યો હતો. વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષે 14 જૂને ઉજવાય છે. રક્તદાતાઓનો આભાર માનવા સાથે, સલામત રક્તની વૈશ્વિક આવશ્યકતા અને દરેક કેવી રીતે યોગદાન આપી શકે છે તે વિશે જાગૃતિ લાવવાનો દિવસ છે.
મહત્વના તથ્યો
- વૈશ્વિક સ્તરે એકત્રિત થયેલ 11.85 કરોડ રક્તદાનમાંથી, થી 40% ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં એકત્રિત કરવામાં આવે છે, જે વિશ્વની 16% વસ્તી ધરાવે છે.
- ઓછી આવક ધરાવતા દેશોમાં, 54% સુધીનું લોહી 5 વર્ષથી ઓછી વયના બાળકોને આપવામાં આવે છે; જ્યારે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં, મોટાભાગે દર્દી જૂથની ઉંમર 60 વર્ષથી વધુ હોય છે, જે તમામનો 75% હિસ્સો ધરાવે છે.
- 1000 લોકોનાં નમૂનાઓના આધારે જોઇએ તો, રક્તદાન નો દર ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં 31.5 છે , ઉચ્ચ-મધ્યમ આવક ધરાવતા દેશોમાં 15.9 છે જ્યારે નીચા-મધ્યમ આવકવાળા દેશોમાં 6.8 છે અને ઓછી આવક ધરાવતા દેશોમાં 5.0 છે.
- 2013 થી 2018 દરમિયાન સ્વૈચ્છિક નિશુલ્ક દાતાઓનો દ્રારા આપવામાં આવેલ રકતદાન માં 78 લાખ નો વધારો નોંધવામાં આવ્યો છે. કુલ, 79 દેશોએ સ્વૈચ્છિક નિશુલ્ક રક્ત દાતાઓ પાસેથી તેમના 90 ટકા મેળવે છે; જ્યારે કે, 56 દેશો તેમની જરરૂત નું 50% થી વધુ રકત, કુટુંબ કે બદલી અથવા ચૂકવેલ દાતાઓ પાસેથી એકત્રિત કરે છે.
- માહિતી આપતા 171 દેશોમાંથી ફક્ત 55 જ પ્લાઝ્મા આતારિત ઓષધીય ઉત્પાદનો (પી.ડી.એમ.પી) એકત્રિત પ્લાઝ્માના અપૂર્ણાંક દ્વારા ઉત્પન્ન કરે છે. કુલ 90 દેશોએ અહેવાલ આપ્યો છે કે તમામ પી.ડી.એમ.પી આયાત કરવામાં આવે છે, 16 દેશોએ અહેવાલ આપ્યો છે કે એહવાલના સમયગાળા દરમિયાન કોઈ પી.ડી.એમ.પીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, અને 10 દેશોએ આ પ્રશ્નના જવાબ આપ્યા નથી.
આદર્શ પરિસ્થિતિ
• ડબ્લ્યુએચઓ ભલામણ કરે છે કે કોઈ પણ દેશમાં દર 1, ડબ્લ્યુએચઓ ભલામણ કરે છે , 1000 લોકો માટે, પૂરતા પ્રમાણમાં પુરવઠો પૂરો પાડવા માટે 10-20 દાતાઓનું લક્ષ્ય જરૂરી છે. સરકારી માહિતી મુજબ, અંદાજીત ક્લિનિકલ માંગને પહોંચી વળવા માટે 1000 લાયક લોકો દીઠ 34 વ્યક્તિએ વર્ષમાં એકવાર રક્તદાન કરવું જ જોઇએ.
• ડબ્લ્યુએચઓ નો અંદાજ છે કે 1% વસ્તી દ્વારા રક્તદાન એ દેશની લોહીની સૌથી મૂળભૂત જરૂરિયાતને પહોંચી વળવા માટે ઓછામાં ઓછું હોય છે.
પુનરાવર્તિત સ્વૈચ્છિક બિન-મહેનતાણા વાળા રક્તદાનના પ્રોત્સાહનની સ્થિતિમાં આ પ્રમાણ ઘટાડી શકાય છે.
દેશને વસ્તીની જરૂરિયાત પૂરી કરવા માટે, પલંગ દીઠ આખા લોહીના 20.3 યુનિટ અને વાર્ષિક ક્લિનિકલ માંગને પહોંચી વળવા, પલંગ દીઠ આખા લોહીના 11.17 યુનિટ્સ એકત્રિત કરવાની જરૂર છે.
રક્તદાનની આવશ્યકતા
- સામાન્ય અને કટોકટીની બંને પરિસ્થિતિઓમાં, વ્યક્તિઓ અને સમુદાયોને, સલામત અને ગુણવત્તાની ખાતરીવાળા રક્ત અને રક્ત ઉત્પાદનો મળી શકે તે સુનિશ્ચિત કરવા માટે વિશ્વભરમાં રક્તદાનની જરૂર છે. અભિયાન દ્વારા, અમે સમગ્ર વિશ્વમાં વધુ લોકોને નિયમિત રૂપે સ્વચ્છા એ રક્તદાન કરવા જીવનરક્ષક બનવા હાકલ કરીએ છીએ.
• દિવસ અને વિષય એ, સ્વૈચ્છિક, બિન-મહેનતાણા વાળા રક્ત દાતાઓ પાસેથી લોહીના સંગ્રહમાં વધારો કરવા માટે, દાતાની ગુણવત્તાવાળી સંભાળ પૂરી પાડવા માટે; લોહીના યોગ્ય ક્લિનિકલ ઉપયોગને પ્રોત્સાહન અને અમલ કરવા; અને લોહી ચઢાવવાની આખી સાંકળ પર નિરીક્ષણ અને દેખરેખ માટે, પદ્વતિઓ સ્થાપિત કરવા પૂરતા સંસાધનો પૂરા પાડવા અને સ્થળોની પદ્વતિ અને માળખાં ગોઠવવા માટે સરકારો, રાષ્ટ્રીય આરોગ્ય અધિકારીઓ અને રાષ્ટ્રિય રક્ત સંક્રમણ સેવાઓ માટે ક્રિયા કરવા માટેનું આહવાન છે
ભારતમાં રક્તદાન
- ભારતમાં વિશ્વની સૌથી વધારે રક્તની અછત છે, જેમાં તમામ રાજ્યો મળીને 4.1 કરોડ યુનિટની વિશાળ તંગીનો સામનો કરે છે અને પુરવઠા કરતા 400 ટકાથી વધુ માંગ છે, એમ ધ લેનસેટ જર્નલમાં પ્રકાશિત કરાયેલ તેના પ્રકારનો પ્રથમ અભ્યાસ કહે છે. અને તારણો બતાવે છે કે માંગ વધી રહી છે,
- એમ દરેક દેશમાં દર વર્ષે આશરે 60 મિલિયન આઘાત પ્રેરિત સર્જરી કરવામાં આવે છે. જે દરરોજ 1,1200 થી વધુ રોડ અકસ્માત થવાને ને લઇને છે.
- 23 કરોડ મોટા ઓપરેશન્સ, કેમોથેરેપી જેવી 33.1 કરોડ કેન્સર સંબંધિત પ્રક્રિયાઓ અને એક કરોડ ગર્ભાવસ્થાની જટીલતાઓમાં લોહી ચઢાવવું જરૂરી છે.