તારીખ 31 ઓક્ટોબર, 2020ના રોજ સવારે રાષ્ટ્રીય એક્તા પરેડમાં ઉપસ્થિત થતા અગાઉ વડાપ્રધાન આરોગ્ય વનની મુલાકાત લેશે. આરોગ્ય વન એ વિશિષ્ટ પ્રકારનું ગાર્ડન છે. જેમાં માનવ શરીર અને ચેતનાનું સાતત્ય જળવાઈ રહે તે પ્રકારની ખાસ ડિઝાઈન કરવામાં આવેલી છે.
સરદાર પટેલને અર્પશે પુષ્પાંજલિ
વડાપ્રધાન પ્રધાન આજે સવારે લોખંડી પુરૂષ સરદાર પટેલને પુષ્પાંજલિ આપશે. સરાદર વલ્લભભાઈ પટેલની આજે 145મી જન્મ જયંતિ છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને પટેલને ભાવપૂર્ણ પુષ્પાંજલિ આપશે.
એકતા પરેડમાં ભાગ લેશે
સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સવારે 9 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા પરેડમાં ભાગ લેશે. આ સાથે જ મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે.
વડાપ્રધાન વોટર ડ્રોમનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન દેશમાં સૌ પ્રથમ એવા સી-પ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદ પ્રસ્થાન કરવા માટેના તળાવ નંબર.૩ના વોટર ડ્રોમનું ઉદઘાટન સરદાર પટેલ જન્મજ્યંતિએ કરશે.
3000 કુંટુબને રોજગારીની તક
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આજુબાજુ પ્રવાસીઓ માટે આકર્ષણ સમાન પ્રોજેકટને ખાસ ‘‘મિશન મોડ’’થી રેકર્ડ સમયમાં દિવસ-રાત કામ કરી પૂર્ણ કરવામાં આવેલું છે અને સ્થાનિક વિસ્તારના યુવાનો અને મહિલાઓ સહિત ત્રણ હજાર કુટુંબને રોજગારીની તકો ઉભી થઇ છે. કેવડિયા સંકલિત વિકાસ હેઠળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આજુબાજુ 100 કિ.મી.ની ત્રિજયામાં ખાસ કરીને આદિવાસી વિસ્તારને પરોક્ષ રીતે સને 2020-22 દરમિયાન અંદાજી રૂપિયા 9000 કરોડનો લાભ થશે.
સી પ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદ જશે
મોદી સી પ્લેનમાં કેવડિયાથી અમદાવાદ આવશેવડાપ્રધાન આ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત સાથોસાથ 31 ઓકટોબરે સરદાર પટેલ જન્મજ્યંતિએ કેવડીયામાં યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ નિરીક્ષણ, સંબોધન અને પ્રોબેશનર આઇ.એ.એસ ઓફિસર્સ સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ કરવાના છે. તેઓ 31 ઓકટોબરે જ કેવડીયાથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ સુધીની સીપ્લેન સેવાઓનો શુભારંભ કરાવીને સીપ્લેન મારફતે અમદાવાદ આવી બપોરે નવી દિલ્હી જવા રવાના થશે.