નવી દિલ્હી: કોરોના વાઈરસના સંક્રમણ હોવાની સંભાવના હોવા છતાં હજારો લોકોએ દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ અંગે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કડક વલણ અપનાવતાં કહ્યું છે કે, જો આ મામલામાં કોઈ પણ અધિકારીની લાપરવાહી સામે આવશે તો તેને માફ કરવામાં નહીં આવે.
આ પછી રાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હી પોલીસને એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો છે. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવશે. કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ભાગ લેનારા 1,548 લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા છે. જેમાંથી 441 લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 1,107 લોકોને અલગ કેન્દ્રોમાં રાખવામાં આવ્યા છે.