બેંગલુરૂ : લોકડાઉન વચ્ચે સરકારે દેશમાં દારૂની દુકાન ખોલવાની મંજૂરી આપી છે. જેના પગલે હવે દારૂની દુકાનો પર પણ લાંબી કતારો જોવા મળે છે. જેના પગલે દારૂના વેંચાણ પર પણ રેકોર્ડ થતો સામે આવ્યો છે. જી હાં આ વાત સાચી છે અને તમને પણ જાણ નવાઇ લાગશે કે કર્ણાટકના બેંગલુરૂમાં એક વ્યક્તિએ 52000 રૂપિયાનો દારૂ ખરીદ્યો છે.
ઉલ્લેખનિય છે કે, સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન વચ્ચે સરકારે દારૂની દુકાનો પર પણ પ્રતિંબંધ લાગ્યો હતો. તેવામાં સરકારે ગતરોજ જાહેર કરેલા આદેશ મુજબ દારૂની દુકાન ખુલી હતી. જેના પગલે લોકો હવે કોઇ પણ વસ્તુમાં અધીરા બન્યા હોય તેમ દારૂમાં પણ એ હદે અધીરા બન્યા છે અને હજારો રૂપિયાના દારૂ ખરીદી કરતા નજરે ચડે છે.
મહત્વનું છે કે સરકારના આદેશ મુજબ દારૂના વેંચાણ પર કેટલીક જગ્યાઓ લોકડાઉનનું ઉલ્લંઘન કરતા પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.