જાહેર સલામતી કાયદા (PSA) હેઠળ બંને નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે, જેમાં લોકો પર પ્રભાવ પાડવાની તેમની ક્ષમતા અનેક સંવેદનશીલ મુદ્દાઓને સામેલ છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મહેબૂબા મુફ્તીના PSA ડોજિયર પર દેશ વિરોધી નિવેદનો આપવાનો અને રાજ્યના જમાત-એ-ઇસ્લામીયા જેવા સંગઠનોને સમર્થન આપવાનો આરોપ છે, જેના પર ગેરકાયદેસર પ્રવૃત્તિ અધિનિયમ હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 49 વર્ષના ઓમર સામે પોલીસે જે PSA ડોજિયર તૈયાર કર્યો છે, તેમાં અલગાવવાદીઓ અને આતંકવાદીઓ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવા છતાં મોટી સંખ્યામાં મતદારોને મત આપવા પ્રેરિત કરવાનો આરોપ છે.
- સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક લેખ
સોશિયલ મીડિયા નેટવર્ક્સ દ્વારા લોકોને આર્ટિકલ 370 અને 35-Aના નિર્ણય સામે આપત્તિજનક ટિપ્પણીથી લોકોને ઉશ્કેરવનો આરોપ છે. તમને જણાવી દઈએ કે, 5 ઓગસ્ટથી મીડિયા પરનો પ્રતિબંધ લાગુ રાખવામાં આવ્યો છે, અંતર્ગત ઇન્ટરનેટ કેટલાક સ્થળોએ કામ કરી રહ્યું છે, ત્યારે સોશિયલ મીડિયા સાઇટ્સનો ઉપયોગ ન થાય તે માટે 2 જી ઇન્ટરનેટ સુવિધા શરૂ કરાઇ છે.
- 5 ઓગસ્ટથી કસ્ટડીમાં છે
ઓમર અને મહેબૂબાને ગત વર્ષે 5 ઓગસ્ટ, 2019થી નજરકેદમાં રાખવામાં આવ્યાં છે, જ્યારે કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 37૦ની મોટાભાગની જોગવાઈઓને દૂર કરી હતી અને આ રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં એક લદાખ અને બીજું જમ્મુ-કાશ્મીર સામેલ છે.
- મહેબૂબાએ ભારત સાથે જોડાણને પડકાર્યો
મહેબૂબાએ કલમ 370 હટાવવા પર જમ્મુ-કાશ્મીરના ભારત સાથે જોડાણને પડકાર ફેંક્યો હતો અને તેમની ટિપ્પણી બદલ તેમના પર PSA લાદવામાં આવ્યો હતો. જેની સામે PSAના ડોજિયરમાં, સુરક્ષા દળોએ આતંકવાદીઓની માર્યા અંગે કરેલી ટિપ્પણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- ગેરકાયદેસર સંગઠનને સમર્થન આપ્યુ
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ જમ્મુ-કાશ્મીર જમાત-એ-ઇસ્લામીયા સંગઠનનો કેન્દ્ર દ્વારા તેને પ્રતિબંધિત સંગઠન તરીકે જાહેર કર્યા પછી પણ સમર્થન કરવા બાબતે ડોજિયરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓમરના પિતા અને જમ્મુ-કાશ્મીરના પાંચ વખતના મુખ્યપ્રધાન રહી ચૂકેલા ફારૂક અબ્દુલ્લા પર સપ્ટેમ્બર 2019માં PSA હેઠળ કેસ દાખલ કરાયો હતો. આ કાયદો તેમના પિતા શેઠ અબ્દુલ્લા દ્વારા 1978માં રાજ્યમાં તસ્કરો વિરુદ્ધ લડવાના હેતુથી લાવવામાં આવ્યો હતો, કારણ કે તે દિવસોમાં ટૂંકી અટકાયત કર્યા પછી તેમને મુક્ત કરી દેવામાં આવતા હતા.