કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરના બે પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી વિરુદ્ધ પબ્લિક સેફ્ટી એક્ટ દાખલ કરાયો છે. હવે કોઇ પણ પ્રકારના ટ્રાયલ વિના બંન્ને નેતાઓને ત્રણ મહિના સુધી જેલમાં રાખવામાં આવી શકે છે. આ અગાઉ ફારુક અબ્દુલ્લા પર પણ PSA લગાવવામાં આવ્યો હતો. કારણ કે તેમણે પોતાના પ્રિવેન્ટિવ ડિટેશનને ચેલેન્જ કર્યો હતો.
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી બંન્ને નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા હતા. બંન્નેની અટકાયતને છ મહિના થઇ ગયા હતા. જેને વધારવા માટે સરકારે PSA એક્ટ લગાવ્યો છે. ઉમર અબ્દુલ્લાને હરિ નિવાસ અને મહબૂબા મુફ્તીને શ્રીનગરમાં એમ.એ રોડ પર નાયબ મુખ્યપ્રધાનના નિવાસ પર રાખવામાં આવશે.
આ સિવાય જે અન્ય નેતાને મુક્ત કરવામાં આવ્યા છે, તેમના પર PAS લગાવવામાં આવ્યો નથી. પરંતુ તેમને નજરકેદ કરાયા છે. જેમાં પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન, PDPના વહીદ,PDPના અબ્દુલ કય્યૂમ અને અન્ય નેતાઓને ગતરોજ મુક્ત કરાયા હતા.
પી.ચિદમ્બરે અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, 'વિરોધ પ્રદર્શન અરાજકતા તરફ દોરી જશે અને સંસદ અને વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા કાયદાનું પાલન કરવું પડશે. તેઓ મહાત્મા ગાંધી, માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલાના ઇતિહાસ અને પ્રેરણાદાયી ઉદાહરણો ભૂલી ગયા છે.'
મહેબૂબાએ ટ્વિટ કર્યુ હતું કે, "જમ્મુ-કાશ્મીરમાં બે પૂર્વ મુખ્યપ્રધાન પર કડક PSA લગાવવોએ નિરંકુશ શાસનની નિશાની છે." ( આ તેમનું સત્તાવાર ટ્વિટ છે, જે મહેબૂબાની ઘરેલુ ધરપકડ બાદ તેની પુત્રી ઇલ્તિજા ચલાવી રહી છે.)
નોંધનીય છે કે, 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ અધિકાર આપનારી કલમ 370ને ખત્મ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ બંન્ને નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા હતા.
આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, "કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બશીર અહેમદ વીરી પર પણ PSA હેઠળ કેસ કરાયો હતો, પરંતુ બાદમાં બહાર આવ્યું કે તેમને મુક્ત કરવામાં આવ્યા છે."