કોરિયા (છત્તીસગઢ): જિલ્લા પ્રશાસનના નિયમોને કારણે એક બીમાર ગરીબનું હોસ્પિટલ પહોંચતા ધુતરી ટોલા બૌરિયરમાં કારમાં તેમનું હદય બેસી જવાથી મૃત્યુ થયું હતું.
મળતી માહિતી મુજબ બંને ભાઈઓ રાકેશ મિશ્રા અને નિલેશ મિશ્રા એસઇસીએલમાં નોકરી કરે છે. બંને ભાઈઓ મંગળવારે ઉમરિયાથી કારમાં બીલાસપુર જઇ રહ્યા હતા, ત્યારે તેમના બીમાર પિતા કેશવ મિશ્રાને રસ્તામાં જ તબિયત ખરાબ થઇ જવાથી તે નજીકમાં આવેલી હોસ્પિટલ મનેદ્રગઢની આમાખેરવા, નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં પછી તે કારમાં છતીસગઢ મધ્ય પ્રદેશની સીમામાં સ્થિત ધુટરી ટોલા બેરિયર પહોચ્યાં હતા.
જ્યાં ફરજ પરના પોલીસકર્મીઓ અને સ્થાનિક અધિકારીઓએ છત્તીસગમાં પ્રવેશની અનુમતી ન હોવાથી તેઓને રોકવામા આવ્યા, તેઓ વિનંતી કરતા રહ્યા, પરંતુ બિમાર પિતાને હોસ્પિટલમાં લઈ જવાની મંજૂરી આપવામાં ન આવી. પરિણામે થોડા સમય પછી, તેના બિમાર પિતાને કારમાં જ એટેક આવ્યો અને તે કારમાં જ મૃત્યુ પામ્યા, પિતાના મૃત્યુથી બન્ને ભાઇઓ ખૂબ જ રહી પડ્યાં, મૃત્યુના સમાચારની પરિવારને જાણ થતા તે પણ તાત્કાલિક હાજર થઇ ગયા હતા.
વહીવટી તંત્રનું વલણ જોઇને સ્થાનિક વહીવટીતંત્ર પણ ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી ગયું હતું. મૃતકના સંબંધીઓએ જણાવ્યું હતું કે, જો સ્થાનિક વહીવટના જવાબદાર અધિકારીઓએ થોડી માનવતાનો પરિચય આપીને બીમારને હોસ્પિટલમાં લઈ જવાની મંજૂરી આપી હોત તો કદાચ તેનો જીવ બચી શકત!
આ જ સંદર્ભમાં, જ્યારે અમે જવાબદાર અધિકારી સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે, આ આક્ષેપ પાયાવિહોણા છે, અમે તપાસ કરી છે અને મૃત વ્યક્તિનો મૃતદેહ તેના વતન ઉમરિયાએ શબ વાહનમાં મોકલી આપ્યો છે.