ETV Bharat / bharat

સિક્કીમને અલગ દેશ ગણાવતા અધિકારી સસ્પેન્ડ, CM કેજરીવાલે કરી સ્પષ્ટતા

દિલ્હી સરકારે જાહેર કરેલા વિવાદીત જાહેરાત કેસમાં દિલ્હીના ઉપરાજ્યપાલે મોટી કાર્યવાહી કર્યા બાદ સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે, જ્યારે મુખ્યપ્રધાન કેજરીવાલે પણ આ અંગે સ્પષ્ટતા આપી છે.

સિક્કિમને અલગ દેશ ગણાવતાં મુદ્દે અધિકારીને સસ્પેન્ડ કરાયાં, CM એ પણ સ્પષ્ટતા આપી

author img

By

Published : May 24, 2020, 12:13 AM IST

નવી દિલ્હીઃ દિલ્હી સરકારે નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોની ભરતી અંગે એક જાહેરાત જાહેર કરી હતી. જેમાં સિક્કીમને એક અલગ દેશ તરીકે વર્ણવવામાં આવ્યો હતો, જેથી પ્રશ્નો ઉભા થયાં હતાં. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ કેજરીવાલ સરકારના ઇરાદા ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઉપરાજ્યપાલ વતી આ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે.

ઉપરાજ્યપાલની કાર્યવાહી

આ અંગે ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ટ્વીટ કર્યું કે, જાહેરાત જાહેર કરવાના મામલામાં ભારતની સાર્વભૌમત્વની અવમાન કરવા બદલ નાગરિક સંરક્ષણ નિયામક (હેડ ક્વાર્ટર્સ)ના વરિષ્ઠ અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. ઉપરાજ્યપાલે એમ પણ કહ્યું છે કે આવી ગેરવર્તન ક્યારેય સહન નહીં થાય.

સીએમનો ખુલાસો
ઉપરાજ્યપાલે તે જાહેરાત તાત્કાલિક અસરથી હટાવવા સૂચના પણ આપી છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું કે, સિક્કીમ ભારતનો અભિન્ન ભાગ છે અને આવી ભૂલોને સહન કરી શકાય નહીં. તેમણે લખ્યું કે, આ જાહેરાત હટાવી દેવામાં આવી છે અને સંબંધિત અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

AAP એ કર્યો હતો બચાવ
તમને જણાવી દઈએ કે, જ્યારે જાહેરાત સામે આવી ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવ્યા બાદ આમ આદમી પાર્ટીએ રાજકારણ ગણાવ્યું હતું. પક્ષના ટ્વિટર હેન્ડલ પરથી જે ટ્વીટ કરવામાં આવ્યું છે, તેમાં લખ્યું છે કે, આ મુશ્કેલ સમયમાં જ્યારે દિલ્હી સરકાર અન્ય સરકારો સાથે કામ કરવા માંગે છે, ત્યારે ભાજપ-કોંગ્રેસના નેતાઓ રાજકારણમાં વ્યસ્ત છે. દિલ્હી સરકારની જાહેરાત એમએચએના આદર્શોનું સ્પષ્ટપણે પાલન કરે છે.

બદલાઈ ગયા સુર

આ કેસમાં કાર્યવાહી બાદ આમ આદમી પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે. ખુદ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે હવે કહ્યું કે, આ જાહેરાત ખોટી છે અને સંબંધિત અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.