ઓડિશાના રાજ્યપાલ ગણેશ લાલ કોરોના સંક્રમિત, સીએમ પટનાયકે જલદી સાજા થવાની કરી પ્રાર્થના - Ganeshi Lal has tested positive
ઓડિશાના રાજ્યપાલ પ્રોફેસર ગણેશ લાલ કોરોના સંક્રમિત થયા છે. રાજ્યપાલની સાથે સાથે તેમના પત્ની અને પરિવારના 4 અન્ય સભ્યો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે રાજ્યપાલ માટે જલદી સાજા થવાની પ્રાર્થના કરી છે.
ગણેશ લાલ કોરોના સંક્રમિત
- ઓડિશાના રાજ્યપાલ પ્રોફેસર ગણેશ લાલ કોરોના સંક્રમિત
- રાજ્યપાલ પ્રોફેસર ગણેશ લાલ કોરોના પોઝિટિવ
- મુખ્યપ્રધાન નવીન પટનાયકે પ્રાર્થના કરી
ઓડિશા: ઓડિશાના રાજ્યપાલ પ્રોફેસર ગણેશ લાલ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. રાજ્યપાલની સાથે સાથે તેમના પત્ની અને પરિવારના 4 અન્ય સભ્યો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજ્યપાલને એક ખાનગી હોસપ્ટિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
મુખ્યપ્રધાન નવીન પટનાયકે કર્યું ટ્વિટ
મુખ્યપ્રધાન નવીન પટનાયકે ટ્વિટ કરીને કહ્યું કે," કોરોનાથી સંક્રમિત થયા બાદ રાજ્યપાલ પ્રોફેસર ગણેશ લાલજીના હોસ્પિટલમાં દાખલ થવાથી હું ચિંતિત છું. તેઓ જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરુ છું."