ભુવનેશ્વરઃ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સાથે વાત કરી હતી. તેમણે ચક્રવાત એમ્ફાનને કારણે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળને તમામ ટેકો આપવાની ઓફર કરી હતી.
મહત્વનું છે કે, અમ્ફાન ચક્રવાતને કારણે 11 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ ઉપરાંત વડા પ્રધાન મોદી પણ અમ્ફાનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે.