લખનઉ: ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા સતત્ત વધી રહી છે. કેજીએમયુ દ્વારા 3520 કોરોના ટેસ્ટની તપાસ કરવામાં આવી હતી. જેમાં 239 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ભૂતકાળમાં કેજીએમયુ દ્વારા જિલ્લાઓ મુજબ નમૂના લેવામાં આવ્યા હતા જેમાં 88 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
જિલ્લા મુજબ કોરોનાના કેસ...
- લખનઉ 123
- સંભલ 12
- બહરાઇચ 01
- લખીમપુર 01
- હરદોઈ 02
- સુલતાનપુર 01
- બલિયા 01
- બારાબંકી 23
- મુરાદાબાદ 36
- કન્નૌજ 20
- અયોધ્યા 13
- શાહજહાંપુર 07
કુલ- 239
જે બાદ લખનઉ, સંભલ, બહરાઇચ, લખીમપુર ,હરદોઈ, સુલ્તાનપુર, બલિયા, બરાબંકી, મુરાદાબાદ, કન્નૌજ ,અયોધ્યા ,શાહજહાપુરને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં સક્રિય દર્દીઓની સંખ્યા 8957 છે. અત્યારસુધીમાં કોરોનાથી મંગળવારે સુધીમાં 19109 દર્દીઓ સાજા થયા હતા . ઉત્તર પ્રદેશમાં કોરોનાને કારણે 809 લોકોના મોત નીપજ્યાં છે. ઉત્તર પ્રદેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 28875 સુધી પહોંચી ગઈ છે.