ETV Bharat / bharat

નોવાવેક્ષ કંપનીએ તેની કોવિડ-19ની રસીના પ્રથમ તબક્કાનો પોઝિટિવ ડેટા જાહેર કર્યો - કોવિડ-19 રોગચાળો

ગંભીર ચેપી રોગો માટે નેક્સ્ટ જનરેશનની રસી વિકસાવતી બાયોટેકનોલોજી કંપની નોવાવેક્ષે મંગળવારે તેની કોવિડ-19ની રસીના પ્રથમ તબક્કાના પોઝિટિવ ડેટાની જાહેરાત કરી હતી. કંપનીનું આ 1-2 તબક્કાનું ટ્રાયલ 18 થી 59 વર્ષની વયજૂથ વચ્ચેના તંદુરસ્ત લોકોની ઉપર મેટ્રિક્ષ-એમટીએમ નામના ઇમ્યુનોલોજીકલ એજન્ટ સાથે અને તેના વિના પ્લેસિબો દ્વારા અંકુશિત થયેલું હતું.

Novavax announces positive phase 1 data for its COVID-19 vaccine candidate
નોવાવેક્ષ કંપનીએ તેની કોવિડ-19ની રસીના પ્રથમ તબક્કાનો પોઝિટિવ ડેટા જાહેર કર્યો
author img

By

Published : Aug 13, 2020, 9:40 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ગંભીર ચેપી રોગો માટે નેક્સ્ટ જનરેશનની રસી વિકસાવતી બાયોટેકનોલોજી કંપની નોવાવેક્ષે મંગળવારે તેની કોવિડ-19ની રસીના પ્રથમ તબક્કાના પોઝિટિવ ડેટાની જાહેરાત કરી હતી. કંપનીનું આ 1-2 તબક્કાનું ટ્રાયલ 18 થી 59 વર્ષની વયજૂથ વચ્ચેના તંદુરસ્ત લોકોની ઉપર મેટ્રિક્ષ-એમટીએમ નામના ઇમ્યુનોલોજીકલ એજન્ટ સાથે અને તેના વિના પ્લેસિબો દ્વારા અંકુશિત થયેલું હતું.

કોવિડ-19 માટે કંપની દ્વારા તૈયાર થનારી અને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી ધરાવતી NVX‐CoV2373 નામની આ રસીમાં મેટ્રિક્ષ-એમટીએમ નામના ઇમ્યુનોલોજીકલ એજન્ટને ઉમેરવામાં આવ્યો છે જે કોઇપણ જાતના અવરોધ-ગતિરોધ કે આડઅસર વિનાની છે અને તેનાથી એન્ટિબોડી (પ્રતિરોધકત રક્તકણો)નો ધરખમ રિસ્પોન્સ પણ જોવા મળ્યો હતો, તથા આંકડાની દૃષ્ટિએ જોઇએ તો સંક્રમિત થયા બાદ સાજાં થઇ ગયેલા માનવીના શરીરમાં પેદા થયેલા એન્ટિબોડી કરતાં પણ વધુ મજબૂત અને વધુ પ્રમાણમાં એન્ટિબોડી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. આ કંપનીઓની હરિફ કંપનીઓની સમીક્ષા માટે ટ્રાયલનો ડેટા સાયન્ટિફિક જર્નલને પણ મોકલી અપાયો છે. તે ઉપરાંત તેની અગાઉથી જ પ્રિન્ટ કાઢી શકવાના હેતુસર તેને medRxic.org નામની વેબસાઇટ ઉપર પણ મૂકવામાં આવ્યો છે.

NVX‐CoV2373 નામની આ રસી કોઇપણ જાતના અવરોધ-ગતિરોધ કે આડઅસર વિનાની છે અને સંપૂર્ણ સલામતીની ખાતરી આપે છે. આ રસીમાં કોઇપણ જાતનો અવરોધ નથી અને આડઅસરની દૃષ્ટિએ નહિવત આડઅસર જોવા મળી હતી. ડોઝ-1 આપ્યા બાદ ચામડી બહેરી થઇ જવી, થોડી પિડા થવા જેવા અવારનવાર જોવા મળતા કેટલાંક સ્થાનિક ચિહ્નો જોવા મળ્યા હતા જ્યારે પદ્ધતિસરના ચિહ્નોમાં માથુ દુખવું, થાક લાગવો અને સ્નાયુમાં કળતર થવા જેવા ચિહ્નો જોવા મળ્યા હતા પરંતુ તે વ્યક્તિગત રીતે તે અવારનવાર જોવા મળ્યા નહોતા અને સામાન્ય રીતે આ પ્રકારના ચિહ્નો જોવા મળતા હોય છે. અપેક્ષા મુજબ ડોઝ-2 આપ્યા બાદ રિએક્શન લાવવાની ક્ષમતા ધરખમ જોવા મળી હતી, અને બાકીનો મોટા ભાગના જોવા મળેલા ચિહ્નો ગ્રેડ-1 પ્રકારના હતા, અને આ તમામ પ્રકારની આડઅસરો બે દિવસ સુધી જોવા મળી હતી.

ડોજ-2 આપ્યાના 28 દિવસ બાદ બિનજરૂરી ગણાતી વિપરીત આડઅસરોની વિગતો એકત્ર કરાઇ હતી, જેમાં જોવા મળ્યું હતું કે ગ્રેડ-3 પ્રકારની બિનજરૂરી કોઇ ગંભીર વિપરીત આડઅસર નોંધાઇ નહોતી, અને જે કાંઇ બિનજરૂરી વિપરિત આડઅસર નોંધાઇ હતી તે પણ તદ્દન હળવી હતી અને તે પણ રસી સંબંધી ન હોય તેમ જણાયું હતું. ટૂંકમાં કોઇ વિપરીત આડઅસર જોવા મળી નહોતી અને સંપૂર્ણ સલામતી જોવા મળી હતી.

NVX‐CoV2373 નામની આ રસીએ ટ્રાયલમાં ભાગ લેનારા 100 ટકા ભાગીદારોમાં દ્રાવણનું કેમિકલ રિએક્શન પેદા કર્યું હતું. 5ug નામના ઇમ્યુનોલોજિકલ એજન્ડ ધરાવતો ડોઝ જે ગ્રૂપને આપવામાં આવ્યો હતો તેમાં GMT 3,906 (95 ટકા CI :2,556;5970) નોંધાયું હતું. આ રસીના એક જ ડોઝ બાદ તમામ લોકોના શરીરમાં lgG નામના એન્ટિ-સ્પાઇક એન્ટિબોડી પેદા થયા હતા, તે પૈકીના ઘણા લોકોના શરીરમાં તો અત્યંત ખતરનાક કહી શકાય એવા વાઇરસનો ખાત્મો બોલાવતો એન્ટિબોડી રિસ્પોન્સ જોવા મળ્યો હતો, અને ડોઝ-2 આપ્યા બાદ તો ટ્રાયલમાં ભાગ લેનારા 100 ટકા લોકોના શરીરમાં ખતરનાક વાઇરસનો ખાત્મો બોલાવી શકે એવા એન્ટિબોડી રિસ્પોન્સ જોવા મળ્યો હતો. એન્ટિ-સ્પાઇક lgG નો અને વાઇરસનો ખાત્મો બોલાવતો એમ બંને પ્રકારના રિસ્પોન્સને કોવિડ-10ના રોગના ભોગ બનેલા દર્દીનો જે રિસ્પોન્સ હતો તેની સરખામણીએ ઘણો લાભકર્તા હતો. મહત્વની વાત તો એ હતી કે lgG એન્ટિબોડીનો રિસ્પોન્સ દ્વાવણના રિએક્શન સાથે મહદઅંશે સુસંગત હતો, જેનાથી એવો સંકેત મળતો હતો કે ખુબ મોટા પ્રમાણમાં એન્ટિબોડીનું પ્રમાણ કારગત નિવડી શકે છે.

NVX‐CoV2373 એ સ્થિર છે અને તેને પ્રવાહી સ્વરૂપમાં બનાવી શકાશે જેને 2 અંશ થી 8 અંશ સેલ્સિયસ તાપમાને સ્ટોર કરી શકાશે જેના પગલે હાલના હયાત આંતરમાળખામાં એક સફળ કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ ઉભું થશે. પ્રથમ તબક્કાના ટ્રાયલનો ડેટા સૂચવે છે કે મેટ્રિક્ષ-એમ નામના ઇમ્યુનોલોજિકલ એજન્ટ ધરાવતી NVX‐CoV2373 નામની આ રસી કોવિડ-19 માટે કોઇપણ જાતના અવરોધ કે ગતિરોધ વિનાની છે જેમાં ઇમ્યુનિટિ પેદા કરવાની ધરખમ ક્ષમતા રહેલી છે એમ નોવાવેક્ષ કંપનીના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વિભાગના પ્રેસિડેન્ટ અને એમ.ડી થયેલા ડો. ગ્રેગરી ગ્લેને કહ્યું હતું.

યુનિવર્સિટિ ઓફ મેરિલેન્ડ સ્કુલ ઓફ મેડિસિનના સંશોધકોએ કહ્યું હતું કે તબીબી રીતે કોવિડ-19ની ગંભીર બિમારીનો ભોગ બનેલા દર્દીના શરીરમાં કેમિકલ રિએક્શનથી પ્રભાવિત એન્ટિબોડીના દ્રાવણનું જે પ્રમાણ હોય છે તેની તુલનાએ NVX‐CoV2373 માં તે પ્રમાણ વધું જોવા મળ્યું હતું.

કોએલિશન ઓફ એપિડેમિક પ્રિપેડનેશ ઇનોવેશન તરફથી આ સંશોધન માટે ભંડોળ ફાળવવામાં આવ્. હતું અને ઓસ્ટ્રેલિયાના બે જુદા જુદા સ્થળોએ પરીક્ષણ હાથ ધરાયું હતું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.