નવી દિલ્હીઃ અરજી થોમ્પસન પ્રેસ સર્વિસીઝ નામની કંપની તરફથી દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, PPE કીટ અને ડિસ્પોઝેબલ ફેસ માસ્કના નિકાસ પર પ્રતિબંધને કારણે કંપનીને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. નિકાસને મંજૂરી આપવામાં આવે તો નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થશે. કોર્ટે જણાવ્યું હતું કે, આ મામલે દિલ્હી સરકારને પણ પક્ષકાર બનાવવી જોઈએ.
સુનાવણી દરમિયાન ASG મનિંદર આચાર્યએ જણાવ્યું કે, PPE કીટ અને ડિસ્પોઝેબલ ફેસ માસ્કની નિકાસ પર પ્રતિબંધ એટલા માટે મૂકવામાં આવ્યો છે કે જેથી દેશમાં તેની અછત ઉભી ન થાય. દેશમાં અનેક લોકો તેને ખરીદી રહ્યા છે. કોર્ટે આ મામલે કેન્દ્ર પાસેથી વિસ્તૃત જવાબ માંગ્યો છે.