નવી દિલ્હી: નવી દિલ્હી: સબસીડી વગરના LPG ગેસ સિલિંડરની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. દેશના ચાર મહાનગરોમાં સબસીડી વગરના 14 કિલોના ઈન્ડેન ગેસના વધેલા ભાવ આજથી અમલમાં આવશે.
4 મહાનગરોમાં LPG ગેસની નવી કિંમત
- દિલ્હી 593.00 (11.50 રુપિયા પ્રત્યેક સિલિન્ડરમાં વધારો)
- કોલકતા 616.00 (31.50નો વધારો )
- મુંબઈ 590.50 ( 11.50 રુપિયાનો વધારો)
- ચેન્નઈ 606.50 રુપિયા (37 રુપિયાનો વધારો)