ઉત્તરપ્રદેશ: કાનપુરમાં પોલીસ પર ફાયરિંગ કરી 8 પોલીસકર્મીઓની નિર્મમ હત્યા કરી ફરાર થયેલો કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દૂબે છેલ્લે ફરીદાબાદની એક હોટલમાં દેખાયો હતો. તેના પર કુલ 60 કેસ દાખલ કરવામાં આવ્યા છે.
નોઇડા ફિલ્મ સિટીમાં આવેલી કોઈ ન્યૂઝ ચેનલને વિકાસ દૂબે ઇન્ટરવ્યૂ આપવાનો છે તેવી બાતમી મળતા જ ફિલ્મ સિટીના પ્રવેશદ્વાર પર ભારે સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા છે. અવર જવર કરનાર દરેક વાહનનું પોલીસ દ્વાર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે.
અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, હાલ નોઈડા પોલીસ એલર્ટ પર છે અને ફિલ્મસિટીમાં 24 કલાક ચેકીંગ હાથ ધરવામાં આવશે. જો વિકાસ દૂબે નોઇડાની આજુબાજુ દેખાય તો તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવશે.