હૈદરાબાદ પોલીસ રાચકોંડા, આયુક્તાલયની પહેલ અંતર્ગત ચાર પ્રકારના ઉલ્લંઘન કરવાવાળાને દંડ ફટકારવામાં નહીં આવે. જેમાં હેલ્મેટ વગરના, લાયસન્સ, ઈંશ્યોરેંસ તથા પીયુસીના કેસમાં દંડ ફટકારવામાં નહીં આવે.
ટ્રાફિક પોલીસ હેલ્મેટ વગરના બે પૈડાવાળા વાહન ચાલકોને હેલ્મેટ અપાવશે. સાથે સાથે પ્રદૂષણ અને ઈંશ્યોરેંસના પ્રમાણપત્ર અપાવવામાં મદદ પણ કરશે.
જેની પાસે લાયસન્સ નથી તેને પોલીસ ઓનલાઈન લાયસન્સ સ્લોટ બુક કરવાની મદદ કરશે. વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર લોકોમાં નવા ટ્રાફિક નિયમોને લઈ દ્વિધામાં છે, એટલા માટે અમે આવી શરૂઆત કરી છે. તેથી તેમના દંડ કરવાને બદલે સુધારાવાદી નીતિ અપનાવી નિયમોનું પાલન કરાવીશું.
એક બાજુ જોવા જઈએ તો, મોટર વ્હિકલ એક્ટમાં કરેલા સુધારાને લઈ દેશભરમાં મોટાપાયે નિંદા થઈ રહી છે.ત્યાં હૈદરાબાદ પોલીસે આવી અલગ પ્રકારની પહેલ શરૂ કરી છે. આપને જણાવી દઈએ કે, અનેક રાજ્યોમાં હજી આ નિયમો લાગૂ કરવાનો બાકી છે.