નવી દિલ્હી: કોરોના કટોકટી દરમિયાન માસ્ક પહેરવું આવશ્યકતા બની ગઈ છે. તેથી તેનું ઉત્પાદન પણ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. માસ્ક બનાવતા ઉદ્યોગો કહે છે કે દેશમાં જેટલી જરુરીયાત હોઈ શકે છે તેના કરતા વધારે ઉત્પાદન થયું છે. આવી સ્થિતિમાં સરકારે માસ્કની નિકાસને મંજૂરી આપવી જોઈએ.
ઉદ્યોગનું કહેવું છે કે સરકારે નોન-એન -95 માસ્કના નિકાસ પરનો પ્રતિબંધ હટાવવો જોઈએ. આ ઉત્પાદકોને તેમના ઉત્પાદનના જથ્થાના નિકાલમાં મદદ મળશે અને સંપૂર્ણ ક્ષમતા સાથે ફરી એકવાર ઉત્પાદન શરૂ કરી કરશે.
કોવિડ -19 રોગચાળો ફાટી નીકળતાની સાથે સરકારે માર્ચમાં તમામ પ્રકારના માસ્કની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેથી દેશમાં માસ્કની અછત ન સર્જાય. ગયા મહિને સરકારે દવા અને શસ્ત્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા માસ્ક સિવાયના માસ્કની નિકાસને મંજૂરી આપી હતી. આમાં કપાસ, રેશમ,ઉની અને વણાટના માસ્ક શામેલ છે. પરંતુ તબીબી અને શસ્ત્રક્રિયા સંબંધિત માસ્કના નિકાસ પર પ્રતિબંધ છે.
ઉદ્યોગકારીઓ કહે છે કે, કોવિડ -19 રોગચાળો ફાટી નીકળતા દેશમાં માસ્કનું ઉત્પાદન ખૂબ ઝડપથી વધી ગયું છે. આજે દેશમાં અધિકત્તમ ઉત્પાદનની સ્થિતિ બની છે, જેના કારણે ઉત્પાદકો તેમની ઉત્પાદન ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી.
ભારતીય મેડિકલ ડિવાઇસ ઉદ્યોગએ સરકારને પત્ર લખીને કહ્યું છે કે, 'અમે તમને વિનંતી કરી શકીએ છીએ કે N-95 સિવાય શસ્ત્રક્રિયામાં વપરાતા થ્રી-લેયર માસ્કની નિકાસને મંજૂરી આપો. અમારી પાસે હમણાં તેનો અધિકત્તમ જથ્થો છે.
ઉદ્યોગકારોએ કહ્યું કે, ઉત્પાદકોમાં ઘરેલું જરૂરિયાતો સરળતાથી પૂરી કરવાની ક્ષમતા છે. પત્રમાં જણાવાયું છે કે આ વધારાના જથ્થાથી ઉત્પાદકોએ છેલ્લા 15-20 દિવસથી ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરી અને ઉત્પાદનની ગતિ ઘટાડી છે.