PMOમાં મુખ્ય જનસુચના અધિકારીએ કેન્દ્ર સૂચના આયોગ સામે દાવો કર્યો છે. કેન્દ્રીય સૂચના આયોગ એક RTI અરજદારની અરજીની સુનાવણી કરી રહ્યા હતા. જેને અરજી આપ્યા પછી આવશ્યક 30 દિવસ અંદર સૂચના આપવામાં આવી ન હતી.
તત્કાલીન નાણા પ્રધાન અરૂણ જેટલીએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં 18 ડિસેમ્બર 2018એ કહ્યું કે, મળતી માહિતી મુજબ નોટબંધી દરમિયાન ભારતીય સ્ટેટ બેંકના 3 અધિકારી અને એક ગ્રાહકનું મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે નોટબંધીથી જોડાયેલા મોત પર સરકારની આ પ્રહેલી સ્વીકારોક્તિ હતી. આખા દેશમાંથી નોટબંધીથી જોડાયેલા મામલે લોકોના મોતના સમાચાર આવી રહ્યા હતા.
નીરજ શર્માએ પીએમઓમાં RTI આવેદન આપીને જાણવા પ્રયત્ન માટે નોટબંધી પછી કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. તેની સૂચી માંગી હતી. પીએમઓ આધારિત 30 દિવસમાં જવાબ ન મળતા શર્માએ સીઆઈસીના દરવાજા ખટખટાવ્યા અને અધિકારીને દંડ કરવાની માંગ કરી હતી.
સુનામણી દરમિયાન પીએમઓના સીપીઆઈઓએ આવેદનનો જવાબ દેવામાં વિલંબ માટે માફી માંગી હતી. તેમણે કહ્યું કે, શર્માએ જે માંગ કરી છે તે RTI કાનૂનની ધારા 2 ની હેઠળ 'માહિતી' ની વ્યાખ્યામાં નથી આવતી. સૂચના અધિકારી સુધીર ભાર્ગવે કહ્યું કે, બંને પક્ષોની સુનાવણી કરી અને રેકોર્ડ જોયા પછી આયોગે જોણ્યું કે ફરિયાદીએ RTI આવેદન 28 ઓક્ટોબર 2017 ના રોજ આપ્યું હતું અને તે જ દિવસે તે જવાબ દેનારા અધિકારીને મળી ગયું હતું. જો કે, સીપીઆઇઓએ 7 ફેબ્રુઆરી 2018 ના રોજ જવાબ આપ્યો હતો. આથી જવાબ દેવામાં 2 મહિનાનો વિલંબ થયો હતો.