નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તા પૂણ્ય શ્રીવાસ્તવે મીડિયા બ્રીફિંગમાં ગુરૂવારે જણાવ્યું કે, લોકડાઉનના સમયગાળામાં રસ્તાઓના કામ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. ગૃહમંત્રાલય તરફથી તેમણે સ્પષ્ટ કર્યું છે કે, વરિષ્ઠ નાગરિકોના ઘરની સંભાળ, શહેરી વિસ્તારોમાં મોબાઇલ પ્રિપેઇડ રિચાર્જની ઉપયોગિતાઓ અને ખાધ પ્રોસેસિંગ યુનિટને લોકડાઉન પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
પ્રેસ કોંન્ફરન્સમાં હાજર સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1409 કેસ સામે આવ્યા છે. તેની સાથે દેશમાં અત્યાર સુધીમાં સંક્રમણના કુલ 21,393 કેસ થઇ ગયા છે. જ્યારે 681 દર્દીના મોત થયાં છે.