બેંગ્લુરુ: કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે કે, રાજ્ય અનામત પોલીસ દળોની નિમણૂકમાં ટ્રાન્સજેન્ડર્સને કેમ અરજી કરવાની મંજૂરી નથી. મુખ્ય ન્યાયાધીશ એ.એસ. ઓકાએ જાહેર હિતની અરજી (પીઆઈએલ)ની સુનાવણી કરતી વખતે રાજ્ય સરકારના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકને નોટિસ પાઠવી હતી.
મુખ્ય ન્યાયાધીશે રાજ્ય સરકારને પૂછ્યું કે, રિઝર્વ કોર્પ્સ અને બેન્ડની નિમણૂકમાં ટ્રાન્સજેન્ડરો માટે નિયુક્તી કેમ અનામત નથી. આ પછી કોર્ટે આ કેસમાં સુનાવણી 21 જુલાઇ સુધી મુલતવી રાખી છે.
સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે કે તમામ સરકારી નિમણૂકોમાં ટ્રાન્ઝેન્ડર્સ માટે બેઠકો અનામત હોવી જોઈએ.
રાજ્ય સરકારે તાજેતરમાં જ રિઝર્વ પોલીસ ફોર્સમાં 2,672 જગ્યાઓની નિમણૂક માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ આ પોસ્ટ્સ માટે ફક્ત પુરુષ અને મહિલા ઉમેદવારો જ અરજી કરી શકે છે. ટ્રાન્સજેન્ડર માટે અરજી કરવાની કોઈ જોગવાઈ નથી કે તેમના માટે બેઠક અનામત નથી.
સરકારની આ સૂચના સામે એનજીઓએ હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. અરજદારો કહે છે કે આ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. પીઆઈએલે માંગ કરી છે કે અદાલત રાજ્ય સરકારને રિઝર્વ પોલીસ દળની નિમણૂકમાં ટ્રાન્ઝેન્ડર્સ માટે બેઠકો અનામત રાખવા અને અરજી કરવાની જોગવાઈ કરવા નિર્દેશ આપે.