પટનાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ના 14 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ શનિવારે નેગેટિવ આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર મુખ્યપ્રધાન કાર્યાલયના 15 કર્મચારીઓનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાંથી એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બિહાર વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ અવધેશ નારાયણ સિંહને ચેપની પુષ્ટિ થયા બાદ મુખ્ય પ્રધાન નીતીશ કુમારે કોવિડ-19ની તપાસ માટે શનિવારે તેમના નમૂનાઓ મોકલ્યા હતા. નીતીશ કુમાર 1 જૂલાઇના રોજ એક કાર્યકર્મમાં સિંહની સાથે મંચ પણ ઉપસ્થિત રહ્યાં હતા. કુમાર અને 15 કર્મચારીઓના નમૂનાઓ ઇન્દિરા ગાંધી ઇંસ્ટીટ્યૂયટ ઓફ મેડિકલ સાઇન્સમાં મોકલવામાં આવ્યાં હતા.
હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું હતું કે કુલ 16 નમૂનાઓમાંથી મુખ્ય પ્રધાન તેમજ CMOના 14 કર્મચારીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બિહારના ઉપ-મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીએ પણ કોરોના વાઇરસનાં સંક્રમણની તપાસ માટે નમૂનાઓ મોકલ્યા છે.