નવી દિલ્હી : પટિયાલા હાઉસ કોર્ટે મુકેશની અરજીને ફગાવી દીધી હતી, જેમાં દાવો કર્યો હતો કે નિર્ભયાનાં ગેંગરેપવાળા દિવસે તે દિલ્હીમાં હતો જ નહીં. હાઈકોર્ટ આ અરજી પર આજે સુનાવણી કરશે. વકીલ શર્માએ દાવો કર્યો હતો કે મુકેશની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને 17 ડિસેમ્બર 2012નાં દિલ્હી લાવવામાં આવ્યો હતો.
નિર્ભયાના આરોપી મુકેશે ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેણે ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતા કહ્યું કે વારદાત વખતે તે દિલ્હીમાં હાજર જ નહતો. આ બધા વચ્ચે તિહાડ જેલમાં 20 માર્ચે નિર્ભયના આરોપીઓને લટકાવવાની તૈયારીઓ ચોથીવાર જોરશોરથી થઈ રહી છે. તે જ ક્રમમાં મંગળવારે યુપીના મેરઠથી જલ્લાદ પવનને પણ તિહાડ અધિકારી લઈ આવ્યાં છે. બુધવારે જલ્લાદે તિહાડ જેલમાં અધિકારીઓની હાજરીમાં ફાંસી આપવાની ડમી ટ્રાયલ કરાઈ. બુધવારે તિહાડમાં જલ્લાદ દ્વારા ડમી ટ્રાયલ કરવાની વાતની પુષ્ટિ દિલ્હી જેલના અધિકારી રાજ કુમારે કરી હતી. તેમના જણાવ્યાં મુજબ બુધવારે કરાયેલી ડમી ટ્રાયલ રૂટિન પ્રક્રિયા છે. નિર્ભયાના આરોપીને ફાંસી આપવા માટે પહેલીવાર કરાયેલા ડમી ટ્રાયલ વખતે અમારી ચિંતા વધુ હતી.
એડિશનર ઈન્સ્પેક્ટર જનરલ રાજકુમારે કહ્યું કે બુધવારે ડમી ટ્રાયલ તિહાડની 3 નંબરના જેલ પરિસરમાં આવેલા ફાંસી ઘરમાં કરાઇ. ડમી ટ્રાયલ દરમિયાન આમ તો મુખ્ય કાર્ય પવનનું જ હતું, ત્યારબાદ પણ સુરક્ષા કારણોસર તિહાડ જેલ સંબધિત અધિકારી કર્મચારી પણ આ ડમી ટ્રાયલ વખતે હાજર રહ્યાં હતાં.