નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ નિર્ભયા કેસ મામલે તમામ દોષિતોને ફાંસી આપવાના નિર્ણય પર શુક્રવારના રોજ ફરી સુનાવણી હાથ ધરશે. આ પહેલા દોષિતોની સજા પર રોક વિરૂદ્ધ કેન્દ્રની અરજીને દિલ્હી હાઇકોર્ટે નકારી હતી, ત્યારબાદ કેસને લઇ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસ મામલે ફરી સુનાવણીની નવી તારીખ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, તમામ દોષિતોને ફાંસીની સજા સંભળાવ્યા બાદ કેસમાં આરોપીને દયા અરજી અને ક્યૂરેટિવ પિટીશનને લઇ ફાંસીમાં વિલંબ પહોંચી રહ્યો છે, ત્યારે સુપ્રીમ કોર્ટ આ મામલે ફરી શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરશે, ત્યારે ન્યાય મળશ કે નહીં તે તો સમય જ કહેશે.