નવી દિલ્હીઃ દિલ્હી અદાલતે નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં તિહાડ જેલના અધિકારીઓએ ગુરુવારે નવું ડેથ વૉરંટ જાહેર કરવાની અરજી દાખલ કરી હતી. જે અંગે કોર્ટે દોષિતોને શુક્રવાર સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતુ.સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે દોષિતોને નોટિસ ફટકારી છે. આ અરજી પર હવે 11 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.
તિહાડ જેલના અધિકારીઓએ આ અંગે કહ્યું હતું કે," રાષ્ટ્રપતિ અગાઉ પણ ત્રણ દોષીઓની દયા અરજીને ફગાવી ચૂક્યાં છે . હવે દોષીઓની કોઈ અરજી પેન્ડીગ નથી."
નોંધનીય છે કે, અધિકારીઓને દિલ્હીની કોર્ટે 5 ફેબ્રુઆરીના આદેશ વિશે અવગત કર્યા હતાં. સાથે જ દોષીઓને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યાં હતાં.