નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં લોકડાઉનની સાથે જ કલમ 144 લાગુ કરી દેવાઈ હતી. પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં સ્કુલ, કોલેજ, હોસ્ટેલ વઘરે બંધ કરી દેવાયા હતાં. ધાર્મિક સ્થળોને પણ બંધ કરી દેવાયા હતાં. પોલીસ સતર્ક હોવાનું લાગી રહ્યુ હતું.
પરંતુ પોલીસની ગંભીર બેદરકારી સોમવારે છતી થઈ હતી. નિઝામુદ્દીન વિસ્તારમાં એક મસ્જિદમાં દેશ વિદેશથી ધાર્મિક અભ્યાસ માટે મોટી સંખ્યા લોકો આવે છે. જે લોકો મસ્જિદમાં રહે છે. જેને જમાત કહેવાય છે. અહીં અભ્યાસ કર્યા પછી તેઓ અલગ અલગ જગ્યાએ જઈને ધર્મનો સંંદેશો ફેલાવે છે.
આ એક મસ્જિદમાં દેશ-વિદેશથી આવેલા 1300 લોકો એક સાથે રહેતા હતાં. જેમની વચ્ચે સતત કોરોના વાઈરસ ફેલાતો રહ્યો. જે પૈકીના 300 લોકો કોરોનાથી સંક્રમિત હોવાનો અંદાજો લગાવાઈ રહ્યો છે. હવે દિલ્હી પોલીસ સફાળી જાગી છે. તમામને બસ દ્વારા દિલ્હીની અલગ અલગ હોસ્પિટલમાં ટેસ્ટ માટે લઈ જવાઈ રહ્યા છે. તમામને આઈસોલેશન વોર્ડમાં ખસેડાઈ રહ્યા છે. આ ઘટનાથી સરકાર અને પોલીસની પોલ છતી થઈ છે.