- ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર જેમ કર્ણાટક સરકારે લીધો મહત્વનો નિર્ણય
- કર્ણાટકમાં આજથી નાઈટ કર્ફ્યુ લાગુ
- રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કોઈ ઉજવણીની પણ અનુમતિ નહી
કર્ણાટકઃ કોરનાનું નવુ રૂપ સ્ટ્રેન અંગે જાણ થતાં કર્ણાટક સરકાર કોરોનાને લઈ વધારે સતર્ક બની છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારની જેમ કર્ણાટક સરકારે પણ રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે.
2 જાન્યુઆરી સુધી લાગુ રાત્રી કર્ફ્યુ
કર્ણાટક સરકારે જાહેર કરેવા આદેશ મુજબ રાજ્યમાં 2 જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. નાઈટ કર્ફ્યુનો સમયગાળો રાતના 10 વાગ્યાથી સવારને 6 વાગ્યા સુધીનો રહેશે.
આંતરરાષ્ટ્રીય યાત્રીઓ પર ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ- સ્વાસ્થ્ય પ્રધાન
કર્ણાટકના સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. કે સુધાકરે કહ્યું કે જે રીતે બ્રિટેનમાં કોરોનાનુ નવુ રૂપ જોવા મળ્યું છે તેનાથી બચવા માટે નાઈટ કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે આંતરરાષ્ટ્રીય યાત્રીઓ પર પણ ધ્યાન રાખી રહ્યા છીએ.
ક્રિસમસની ઉજવણી અંગે વાત કરતા પ્રધાને ઉમેર્યુ કે 23 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી રાતે 10 વાગ્યા બાદ કોઈ પણ સમારોહ કે ઉત્સવ યોજવાની કોઈને પણ અનુમતિ નથી. આ તમામ પ્રકારના કાર્યોને લાગુ પડે છે.