DSP દેવિન્દર સિંહને એવોર્ડ મળ્યો હતો તે વાતને નકારતા દિલબાગ સિંહે કહ્યું કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગૃહપ્રધાન તરફથી તેને કોઇ એવોર્ડ મળ્યો નહતો. DSPને જમ્મુ કાશ્મીર રાજ્ય તરફથી એવોર્ડ પ્રાપ્ત થયો હતો. પરંતુ, અમે સરકારને એ વાતની ભલામણ કરશું કે તેના આ કૃત્યને જોતા તેનો એવોર્ડ પરત લઇ લેવો જોઇએ.
વધુમાં દિલબાગ સિંહે કહ્યું કે પૂછતાછ સમયે ખુલાસો થયો છે. પરંતુ, તે કઇ પણ વાતને શેર કરી શકે તેમ નથી. સાથે જ કહ્યું કે જે રીતે અમે આતંકવાદી સાથે વ્યવહાર કરતા હતા તે જ રીતનો વ્યવહાર અમે DSP સાથે કરીએ છીએ.
આ પહેલા કેન્દ્ર સરકારે DSP દેવિન્દર સિંહને કેસની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપ્યો હતો. જેને લઇને DSPની પૂછપરછ કરતા NIAની 4 સભ્યોની ટીમ બુધવારે સવારે નવી દિલ્હીથી જમ્મુ ખાતે જવા રવાના થઇ છે. સૂત્રોએ જણાવ્યું કે DSPને NIA કોર્ટમાં રજુ કર્યા પહેલા તેને પૂછતાછ માટે દિલ્હી ખાતે લઇ જઇ શકે છે.
ઉલ્લેખનિય છે કે મંગળવારે NIAની ટીમે DSPને કેટલીક કલાકો સુધી પૂછતાછ કરી હતી.સૂત્રો મુજબ DSPને પૂછતાછ સમયે હિજ્બુલ મુઝાહિદિનના આતંકવાદિઓની સાથે તેના નજીકના સંબંધમાં ઘણી વિગતો આપી છે. જણાવી દઇએ કે, જમ્મુ કાશ્મીરના કુલગાવમાંથી જવાનોએ 2 આતંકવાદી સાથે DSPની ધરપકડ કરી હતી.