નવી દિલ્હી: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ સોમવારે ભારતમાં આતંકવાદી હુમલા કરવા માટે આતંકવાદી જૂથો બનાવનારા અને દક્ષિણ રાજ્યોમાં આઈએસઆઈએસની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં સામેલ એવા 17 લોકો સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ અને આર્મ્સ એક્ટની કલમો સહિત બેંગલુરુની વિશેષ એનઆઈએ કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી,
એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતમાં અને ખાસ કરીને તમિલનાડુ અને કર્ણાટકમાં આઈએસઆઈએસની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે 17 કાવતરાખોરોએ બેંગાલુરુમાં પાશા અને તમિલનાડુના કુડ્ડાલૂરના મોઈદિનની પહેલ પર આતંકવાદી જૂથોની રચના કરી હતી.
તેમણે કહ્યું કે તેમના કાવતરા આગળ વધારવા માટે પાશા અને મોઈદિને કેટલાક યુવાનોની ભરતી કરી અને શસ્ત્રો, દારૂગોળો અને શક્તિશાળી આઈઈડી બનાવવા માટે મોટી સંખ્યામાં વિસ્ફોટક એકત્રિત કર્યા હતા.